Not Set/ આ કારણે માનવ અધિકાર પંચે પેટ્રોલિયમ મંત્રાલય, કોસ્ટગાર્ડ અને ઓએનજીસીને ફટકારી નોટિસ

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને પેટ્રોલિયમ મંત્રાલય, ઓએનજીસીના અધ્યક્ષ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને અરબી સમુદ્રમાં બેજ અકસ્માતમાં શિપિંગ ડિરેક્ટર જનરલને નોટિસ ફટકારી છે.કમિશને

Top Stories India
nhrc 1 આ કારણે માનવ અધિકાર પંચે પેટ્રોલિયમ મંત્રાલય, કોસ્ટગાર્ડ અને ઓએનજીસીને ફટકારી નોટિસ

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને પેટ્રોલિયમ મંત્રાલય, ઓએનજીસીના અધ્યક્ષ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને અરબી સમુદ્રમાં બેજ અકસ્માતમાં શિપિંગ ડિરેક્ટર જનરલને નોટિસ ફટકારી છે.કમિશને રવિવારે જારી કરેલી નોટિસમાં કહ્યું છે કે, જો તમામ એજન્સીઓ ચક્રવાતના આગમન પહેલા અને પછી સલામતી ધોરણો અને પ્રોટોકોલનું પાલન કરે, તો અનેક લોકોનો જીવ બચી ગયો હોત. પંચે આ તમામની છ સપ્તાહમાં વિગતવાર જવાબ માંગ્યો છે.

 પંચે 22 મેના રોજ આ બાબતે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે એવું લાગે છે કે પીડિતોને સલામત સ્થળોએ ખસેડવા માટે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી અને તેઓ લાચાર બન્યા છે. પીડિતોના જીવનના અધિકારની ગંભીર બાબત છે.કમિશને એક નિવેદનમાં કહ્યું છે કે, “જો બધી સંબંધિત એજન્સીઓ ચક્રવાત બનતા પહેલા અને તે પછી સલામતીના ધોરણોને અનુસરતી હોત તો કિંમતી જીવો બચાવી શકાઈ હોત.”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 17 મેના રોજ અરબી સમુદ્રમાં પી 305 બેજ ડૂબવાથી 49 જવાનોના મોત બાદ એનએચઆરસી ભારતમાં ખલાસીઓના હક્કોની ચિંતામાં છે.કમિશને જણાવ્યું હતું કે એવું લાગે છે કે શિપિંગ ડિરેક્ટર જનરલ, ઓએનજીસી અધિકારીઓ અને કોસ્ટગાર્ડ “વાકેફ હતા કે  તાઉતે વાવાઝોડાના પગલે બેજ પર સવાર કર્મચારીઓની જીંદગી જોખમી હોવાની આશંકા છે, પરંતુ તે દેખાય છે કે તેમણે કોઈ અસરકારક પગલા લીધા ન હતા અને લાચાર રહ્યા. તે પીડિતોના જીવન અધિકારોના ઘોર ઉલ્લંઘનનો મામલો છે.

sago str 21 આ કારણે માનવ અધિકાર પંચે પેટ્રોલિયમ મંત્રાલય, કોસ્ટગાર્ડ અને ઓએનજીસીને ફટકારી નોટિસ