Stock Markets/ શેરબજારમાં આજે નીરસ શરૂઆત, આજે બે કંપનીઓના IPO ખુલશે, બજારમાં જોવા મળી શકે અસર

શેરબજારમાં આજે ઘટાડા સાથે શરૂઆત થઈ છે. બજારમાં આજે બે કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. જેની બજાર પર અસર જોવા મળી શકે છે. રોકાણકારો બજારનો પ્રવાહ જોઈ આઈપીઓમાં કરી શકે છે રોકાણ.

Top Stories Business
YouTube Thumbnail 2024 03 05T105651.049 શેરબજારમાં આજે નીરસ શરૂઆત, આજે બે કંપનીઓના IPO ખુલશે, બજારમાં જોવા મળી શકે અસર

શેરબજારમાં આજે ઘટાડા સાથે શરૂઆત થઈ છે. બજારમાં આજે બે કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. જેની બજાર પર અસર જોવા મળી શકે છે. રોકાણકારો બજારનો પ્રવાહ જોઈ આઈપીઓમાં કરી શકે છે રોકાણ. આજે બે કંપનીના આઈપીઓ ખુલશે જ્યારે આ સપ્તાહમાં અન્ય કંપનીઓના આઈપીઓ પણ ખલુવા જઈ રહ્યા છે.

બજાર ખુલતા BSE સેન્સેક્સ 73,800 ની આસપાસ ખુલ્યો છે અને નિફ્ટી 22,400 થી લપસીને ખુલવામાં સફળ રહ્યો છે. સેન્સેક્સ 104.87 પોઈન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 73,767.42 પર ખુલ્યો અને NSEનો નિફ્ટી 22,371 પર ખુલ્યો. તે 34.35 પોઈન્ટ અથવા 0.15 ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો.

બેંક નિફ્ટી 158 પોઈન્ટના ઘટાડા બાદ 47297 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે આઈટી શેર આજે 0.71 ટકા ડાઉન છે. આજે બજારના સેક્ટર મુજબના વેપાર પર નજર કરીએ તો ઓટો, મેટલ, પીએસયુ બેંક, રિયલ્ટી અને હેલ્થકેર ઈન્ડેક્સ સિવાય બાકીના તમામ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ નબળાઈ આઈટી શેરોમાં જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13માં વધારો અને 17 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સનો આજે સૌથી વધુ 4.73 ટકાનો ઉછાળો છે અને તે સેન્સેક્સમાં ટોપ ગેનર છે. આ પછી, M&M 1.28 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે જ્યારે SBI અને NTPC 0.89 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે. ભારતી એરટેલ 0.52 ટકા અને ટાઇટન 0.37 ટકા ઉપર છે.

આજે ઝિંક-ઓક્સાઇડ મેન્યુફેક્ચરિંગ કંપની જેજી કેમિકલ્સનો રૂ. 251 કરોડનો પબ્લિક ઇશ્યૂ ખુલી રહ્યો છે. આ આઈપીઓમાં તમે 7મી માર્ચ સુધી પૈસા રોકી શકો છો. કંપનીએ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ રૂ. 210 થી રૂ. 221 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી છે.આ સાથે, SME IPO, Sona Machinery IPOમાં સારું રોકાણ કરી શકાય. આ IPOમાં શેરની ફાળવણી 11 માર્ચ, 2024ના રોજ થશે. આ શેરનું રિફંડ 12 માર્ચે મળશે. 12 માર્ચે સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :પ્રહાર/‘મોદી પરિવાર’ પર ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીએ શેર કર્યો ફોટો,આ છે ‘અસલ ફેમિલી’

આ પણ વાંચો :રાજીનામું/ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું…

આ પણ વાંચો :સમન્સ/TMCના દિગ્ગજ નેતા મહુઆ મોઇત્રાને ફરી એકવાર EDએ મોકલ્યું સમન્સ