Political/ ડૂબતે કો તિનકે કા સહારા..!! હવે અહીં ડમી ઉમેદવાર લડશે ચૂંટણી, ટેક્નિકલ ભૂલમાં કાનૂની સલાહ લઈને લડત અપાશે: મનીષ દોશી

હવે અહીં ડમી ઉમેદવાર લડશે ચૂંટણી, ટેક્નિકલ ભૂલમાં કાનૂની સલાહ લઈને લડત અપાશે: મનીષ દોશી

Gujarat Others
manish doshi 455x250 e1612364903301 ડૂબતે કો તિનકે કા સહારા..!! હવે અહીં ડમી ઉમેદવાર લડશે ચૂંટણી, ટેક્નિકલ ભૂલમાં કાનૂની સલાહ લઈને લડત અપાશે: મનીષ દોશી

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી રસાકસી ભરી બની રહી છે.  ગુજરાતની 6 મહાનગરપાલિકા માટેના ફોર્મ ભરાઈ ચુક્યા છે. અને આજ રોજ 8 ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસણીનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ ખાતે કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટના વોર્ડ 1 અને 4 ના કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ્દ થયા છે. જે અંગે વોર્ડ 4 ના ઉમેદવાર નારણ સવસેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મારે 3 સંતાન હોવાથી ફોર્મ રદ્દ થયું છે. જયારે ડમી ઉમેદવાર રામભાઈ ઝીલરિયાનું ફોર્મ માન્ય રહ્યું છે. અમે પુરા જોશથી ચૂંટણી લડીશું. અને અમારા વોર્ડના ચારેય ઉમેદવારો જીતશે તેવો વિશ્વાસ નારણ ભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તો અંગે લૂલો બચાવ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સોગંદનામામાં ભૂલના કારણે ફોર્મ રદ્દ થયું  છે. નારાયણ ભાઈના ડમી ઉમેદવાર હવે ચૂંટણી લડશે. ટેક્નિકલ ભૂલમાં કાનૂની સલાહ લઈને લડત અપાશે.

વડોદરા / MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ

threat / ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ