Not Set/ સુરત માં કોરોનામાં ઘરનાં મોભી ગુમાવનાર પરિવારનાં એક સદસ્યને આપશે નોકરી

ગુજરાત માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે .ત્યારે  આ વધતા જતા કેસોને રોકવા  સરકાર અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહે છે.  આ મહામારી માં અનેક લોકો  મૃત્યુ પામતાં હોય છે . ઘણા ના ઘરમાં  ઘરના મોભી પણ  મૃત્યુ પામતાં હોય છે  ત્યારે સુરતમાં  ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક નવો અભીગમ કરવામાં  આવ્યો […]

Gujarat Surat
Untitled 76 સુરત માં કોરોનામાં ઘરનાં મોભી ગુમાવનાર પરિવારનાં એક સદસ્યને આપશે નોકરી

ગુજરાત માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે .ત્યારે  આ વધતા જતા કેસોને રોકવા  સરકાર અથાગ પ્રયત્નો કરતી જોવા મળી રહે છે.  આ મહામારી માં અનેક લોકો  મૃત્યુ પામતાં હોય છે . ઘણા ના ઘરમાં  ઘરના મોભી પણ  મૃત્યુ પામતાં હોય છે  ત્યારે સુરતમાં  ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક નવો અભીગમ કરવામાં  આવ્યો છે .જેમાં  મહામારીમાં ઘરના મોભી ગુમાવનાર પરિવારના એક સભ્ય માટે નોકરીની વ્યવસ્થા કરવામાં આવશે.  ચેમ્બર ઓફ . મહામારીએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે તો અનેક પરિવારોએ પોતાના ઘરમાં કમાઉ સ્વજન ગૂમાવ્યું છે, ત્યારે આવા સંકટ સમયે જરૂરિયામંદ પરિવારો માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સે દ્વારા પહેલ કરવામાં આવી છે.

હીરાઉદ્યોગ સહિત અન્ય સ્કિલ્ડ ઉદ્યોગમાં નોકરી કરવા ઇચ્છતા લોકોની મદદની યોજના તૈયાર કરી છે. મહત્વપૂર્ણ છે કે સુરત ચેમ્બર ઓફ કોમર્સના 9 હજાર 500 જેટલા સભ્યો છે જે અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે સુરત ચેમ્બર ઓફ કોમર્સની આ પહેલ ચોક્કસ જરૂરિયામંદો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.