Not Set/ ડમી સોસાયટીમાં ડમી મતદારો, સવાલ એ છે કે આ ડમી યાદીમાં કોના ઈશારે બનાવવામાં આવી..?

પંચમહાલના ગોધરામાં બોગસ સોસાયટી બનાવીને તેમા 224 મતદારોની નોંધણી કરવામાં આવી. જે બાબતે જીલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી છે. ભુરાવાવ વિસ્તારમાં આવેલ એફ,સી.આઈ ગોડાઉન પાસે આવેલા એક ખાનગી ગોડાઉનને સોસાયટી તરીકે બતાવી દેવામાં આવી. ચોકાવનરી વાત તો એ છે કે આ બોગસ સોસાયટીમાં નોંધવામાં આવેલ 224 મતદારો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. બોગસ સોસાયટી […]

Gujarat Others
પંચમહાલ 1 ડમી સોસાયટીમાં ડમી મતદારો, સવાલ એ છે કે આ ડમી યાદીમાં કોના ઈશારે બનાવવામાં આવી..?

પંચમહાલના ગોધરામાં બોગસ સોસાયટી બનાવીને તેમા 224 મતદારોની નોંધણી કરવામાં આવી. જે બાબતે જીલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી છે. ભુરાવાવ વિસ્તારમાં આવેલ એફ,સી.આઈ ગોડાઉન પાસે આવેલા એક ખાનગી ગોડાઉનને સોસાયટી તરીકે બતાવી દેવામાં આવી. ચોકાવનરી વાત તો એ છે કે આ બોગસ સોસાયટીમાં નોંધવામાં આવેલ 224 મતદારો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. બોગસ સોસાયટી વીશેની હકીકત સામે આવતા બી.એલ.ઓને રજૂઆત કરવામાં આવી. જેથી તેમણે સ્થળ પર મુલાકત પણ લીધી હતી. અને સમગ્ર મમલો હવે કલેક્ટર કચેરીએ પહોચ્યો છે. પરિણામે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ હવે એકશનમાં આવી ગયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બોગસ રહેણાક સોસાયટી બતાવી  સોસાયટીમાં ૨૨૪ મતદારોની નોધણી પણ કરવામાં આવી છે. જે અંગે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ એફ સી આઈ ગોડાઉન પાસે આવેલા એક ખાનગી ગોડાઉનને સોસાયટી તરીકે બતાવી દેવામાં આવી હોવાની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે,

અરજદાર દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં આ ખાનગી ગોડાઉનના ૩ રૂમને અજગર પાર્ક સોસાયટી તરીકે મતદાર યાદીમાં દર્શાવી આ સોસાયટીમાં ૨૨૪ મતદારોના નામ દાખલ કરવામાં આવ્યા છે, જે તમામ મતદારો પરપ્રાંતીય હોવાનું પણ બહાર આવ્યું છે.

ગોધરા શહેરના વોર્ડ નંબર-2 126,ગોધરા વિધાનસભા 130/282 ની 2017 ની મતદારયાદીમાં અજગરપાર્ક લુણાવાડારોડ,સાંપારોડ,એફ.સી.આઈ પાસે જે સોસાયટી ન હોવા છતાં પણ વોર્ડ નંબર-2 વિભાગ નંબર-1 માં 1 થી 224 મતદારોના નામો ખોટા દસ્તાવેજોના આધારે ખોટા રેસિડેન્ટ પ્રુફના આધારે મતદારયાદીમાં દર્શાવવામાં આવ્યા છે તેવી સોસાયટી સ્થળ પર આવેલ ન હોવા છતાંય મતદારોના નામો યાદીમાં સામેલ કરવામાં આવ્યા હોવાની હકીકત બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

જે અનુસંધાને બી.એલ.ઓ ને રજુઆત કરતા તેઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થળ પર ઉપરોક્ત નામો મુજબની કોઈ સોસાયટીઓ ન હોવાનું બહાર આવ્યું  હતું અને આ નામોની સોસાયટી ન હોવાની કબૂલાત પણ બી.એલ.ઓ એ કરી હતી.  જેને લઈને હવે આ મતદારયાદીનો મામલો કલેકટર સમક્ષ પહોંચ્યો છે અને તંત્ર પણ એક્શનમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

 ત્યારે આ પ્રકારે મતદારયાદીમાં ખોટા નામો એડ કરાવનાર ભેજાબાજ શખ્સ કોણ છે તેની પણ તપાસ હાથ ધરાય તે જરૂરી બન્યું છે કારણ કે એક,બે નહીં પરંતુ સંખ્યાબંધ મતદારોના રહેઠાણના જે પ્રુફ રેકર્ડ પર છે જ નહીં તેવી સોસાયટીઓ દર્શાવવામાં આવી છે. જેને લઈને જરૂરી તપાસની માંગ કરવામાં આવી છે.  વધુમાં જાણવા મળ્યા મુજબ જે લોકો બહાર થી ધંધા રોજગાર અર્થે ગોધરામાં આવી ને વસી રહ્યા છે. તેવા લોકોના નામ નો આ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભૂરાવાવ વિસ્તારમાં ભૂતિયા સોસાયટી મતદારયાદીમાં દર્શાવી મતદારોના નામ દાખલ કરવામાં આવ્યા હોવાની ગોધરાના જાગૃત નાગરિક નરેશ રામનાણી દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવતા જીલ્લા કલેકટર દ્વારા આ સમગ્ર મામલે મતદાર નોધણી અધિકારીને હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સવાલ એ થાય છે કે આ ભૂતિયા સોસાયટી મતદાર યાદીમાં દર્શાવવામાં કેમ આવી ? અને તે સોસાયટી દર્શાવી ૨૨૪ મતદારોના નામ મતદારયાદીમાં કેમ દાખલ કરવામાં આવ્યા ? જયારે સ્થળ પર ખાનગી ગોડાઉન આવેલ છે અને તે ગોડાઉનની માત્ર ૩ રૂમમાં હાલ પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરે છે. અહીં વસવાટ કરતા આ શ્રમિકોની સંખ્યા માત્ર ૧૫ થી ૨૦ ની જ છે ત્યારે અહીં ૨૨૪ જેટલા મતદાર ક્યાંથી લાવવામાં આવ્યા તે યક્ષ પ્રશ્ન છે .

ત્યારે મતદાર નોધણી અધિકારી દ્વારા નગરપાલિકા વિસ્તારના મતદાર નોધણી અધિકારીને દિન ૭ માં આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમજ તમામ મતદારોની સ્થળ તપાસ કરી તેમના આધાર પુરાવા મેળવીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રજુઆતમાં દર્શાવવામાં આવેલા મતદારો પૈકી જે મતદારોના આધાર પુરાવા નહિ મળી આવે તો તેમના નામ પણ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.