હુમલો/ મુંબઈમાં ફેસબુક લાઈવ દરમિયાન ઉદ્ધવ જૂથના નેતાને ગોળી મારીને કરી હત્યા,હુમલાખોરે પણ કરી આત્મહત્યા

મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટી નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે

Top Stories India
6 4 મુંબઈમાં ફેસબુક લાઈવ દરમિયાન ઉદ્ધવ જૂથના નેતાને ગોળી મારીને કરી હત્યા,હુમલાખોરે પણ કરી આત્મહત્યા

મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટી નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં તેને ત્રણ ગોળી વાગી હોવાના અહેવાલ છે. ઘાયલ શિવસેના નેતાને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અભિષેક પર હુમલો કર્યાના થોડા સમય બાદ હુમલાખોરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે અભિષેક એ જ હુમલાખોર સાથે બેસીને ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. હવે પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.મુંબઈના દહિસર વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે શિવસેના યુબીટી નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં અભિષેકને ત્રણ ગોળી વાગી હતી. તેને કરુણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 

 

ઉલ્લેખનીય છે કે આ ઘટના મુંબઈના MHB પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ ગોળીઓનો શિકાર બનેલા અભિષેક ઘોસાલકર પૂર્વ કોર્પોરેટર છે. તે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ પરસ્પર વિવાદને કારણે કરવામાં આવ્યું હતું.