Not Set/ સુરતની મુલાકાતે “આપ”નાં ઈશુદાન ગઢવી, તક્ષશિલા અગ્નિકાંડનો ભોગ બનેલા માસૂમોને આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ પત્રકાર અને હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઈસુદાન ગઢવી સુરતની મુલાકાતે આવ્યા છે. સુરતમાં તેઓ આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો સાથે મુલાકાત કરવાના છે.

Top Stories Gujarat Surat
2 31 સુરતની મુલાકાતે "આપ"નાં ઈશુદાન ગઢવી, તક્ષશિલા અગ્નિકાંડનો ભોગ બનેલા માસૂમોને આપી શ્રદ્ધાંજલિ

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

પૂર્વ પત્રકાર અને હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઈસુદાન ગઢવી સુરતની મુલાકાતે આવ્યા છે. સુરતમાં તેઓ આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો સાથે મુલાકાત કરવાના છે. અને ત્યારબાદ સાંજે મીડિયાને સબોધન કરશે. સુરતમાં આવ્યા બાદ સૌ પ્રથમ તેમણે તક્ષશીલા અગ્નિકાંડની મુલાકત લીધી હતી.અને અહી તેઓએ આ અગ્નિકાંડમાં નિધન પામેલા બાળકોને શ્રધાંજલિ અર્પણ કરી હતી.

મોટો ઝટકો / નવા નિયમો ન માનવું ટ્વિટરને પડ્યું ભારે, કન્ટેન્ટને લઇને ફરિયાદ થઇ તો થશે ફોજદારી કાર્યવાહી

2022 ની ચુંટણીનું ઘમાસાન શરુ થઇ ગયું છે. અને હવે ગુજરાતમાં ત્રીજા મોર્ચા તરીકે આમ આદમી પાર્ટીએ પગ મૂકી દીધો છે. આ આમ આદમી પાર્ટી સુરતમાં વિપક્ષ બનવામાં સફળ નીવડી છે. તો બીજી તરફ આવનારી ચૂંટણી પહેલા પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓના આમ આદમી પાર્ટીમાં જોડતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવી આજે સુરત શહેરની મુલાકાતે આવ્યા છે. તેઓ 11 વાગ્યે સુરત એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા તેમજ આપ નાં કોર્પોરેટરો અને કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી તેઓ સીધા સરથાણા સ્થિત તક્ષશીલા આર્કેડ પહોચ્યા હતા. તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 22 બાળકોએ પોતાનો જીવ ખોયો છે. ઈસુદાન ગઢવીએ અહી બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને બાળકોનાં પરિવારજનો સાથે મુલાકત કરી હતી. ઉલ્લેખનીય છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકોનાં વાલીઓએ હજુ પણ ન્યાય માટે ઝાંખી રહ્યા છે. બાળકોને શ્રધાંજલિ આપતી વખતે ઈસુદાન ગઢવી, આપનાં પ્રદેશ અધ્ય્ક્ષ ગોપાલ ઈટાલીય અને આપનાં કોર્પોરટરો હાજર રહ્યા હતા.

રાજકારણ / પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ટેન્શન જ ટેન્શન, સિદ્ધુ-કેપ્ટન અમરિંદર સિંહ આમને-સામને

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું આ ઘટના ખુબ જ પીડા ઉપજાવનારી હતી. જેથી મેં અહી પહેલી મુલાકત લીધી હતી. અને અહી આવી પહેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે જયારે 22 માસુમ ભૂલકાઓએ ચીસો પાડતા આ દુનિયામાંથી વિદાય લીધી હોય તો આપણા સૌની એ જવાબદારી બને છે કે બાળકોને યોગ્ય ન્યાય મળે. મેં સાંભળ્યું છે કે પરિવારજનો ન્યાય મેળવવા માટે અદાલતોના ધક્કા ખાય છે. તે ન થવું જોઈએ.

નહી સુધરે / ભારતનાં નામે પાકિસ્તાનની NGO એ એકત્રિત કર્યુ કરોડો રૂપિયાનું દાન

સુરતમાં જે પાયો નાખ્યો છે તે હવે ગાંધીનગર સુધી જશે

ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હાલમાં દરેક વ્યક્તિને આપ પાર્ટીમાં જોડવાની કોશિશ કરે છે. સુરત કર્ણની ધરતી છે અને આમ આદમી પાર્ટીએ સુરતમાં જે પાયો નાખ્યો છે તે હવે ગાંધીનગર સુધી જશે. તેઓએ રાજકરણમાં આવવા અંગે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં ભલે 5 પાસ કે 9 પાસ વ્યક્તિ હોય પણ તેઓ ઈમાનદાર હોવા જોઈએ. અને અમે રાજકારણમાં આવ્યા બાદ રોજેરોજ એવા નિર્ણય લેવાશે કે ગુજરાતની જનતા રોજેરોજ ફટકડા ફોડશે તેઓને ક્યારેય તડપવાની જરૂર નહિ પડે.

majboor str 17 સુરતની મુલાકાતે "આપ"નાં ઈશુદાન ગઢવી, તક્ષશિલા અગ્નિકાંડનો ભોગ બનેલા માસૂમોને આપી શ્રદ્ધાંજલિ