ગુજરાત/ સુરતમાં કર્ફ્યુ દરમિયાન કિન્નરોએ કરી ધમાલ, નગ્ન થઇ પોલીસ સાથે કરી હાથાપાઇ

સુરતના કતારગામમાં કફર્યુમાં બહાર નીકળેલા કિન્નરોને પરત જવા અને માસ્ક પહેરવાનું કહેતા કતારગામ ચેકપોસ્ટ પર હોબાળો મચાવ્યો હતો.

Gujarat Surat
asd 18 સુરતમાં કર્ફ્યુ દરમિયાન કિન્નરોએ કરી ધમાલ, નગ્ન થઇ પોલીસ સાથે કરી હાથાપાઇ

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

સુરતના કતારગામમાં કફર્યુમાં બહાર નીકળેલા કિન્નરોને પરત જવા અને માસ્ક પહેરવાનું કહેતા કતારગામ ચેકપોસ્ટ પર હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન કિન્નરોએ નગ્ન થઇને હાથાપાઈ કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પડવાની સાથે કતારગામ પોલીસે ચાર જેટલા કિન્નરો સાથે મારામારીની ફરિયાદ નોંધી છે.

રાજકારણ / ‘છોકરીઓએ રાહુલથી દૂર રહેવું જોઈએ કારણ કે તે હજી અપરિણીત છે’, કોણે આપ્યું આ નિવેદન?

સુરતમાં કોરોનાનાં કારણે રાતે 9 થી સવારનાં 6 વાગ્યા સુધી નાઈટ કફર્યુ અમલમાં છે. ત્યારે સુરતનાં કતારગામ ચેકપોસ્ટ પાસે પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હતો તે દરમિયાન કેટલાક કિન્નરો ત્યાં આવી પહોચ્યા હતા. અને તેઓએ માસ્ક પણ પહેર્યા ન હોતા. જેથી ત્યાં હાજર પોલીસકર્મીઓએ તમામને માસ્ક પહેરવા અને પરત જવા કહ્યું હતું. જેને લઈને કિન્નરો અને પોલીસકર્મીઓ વચ્ચે હાથાપાઇ સર્જાઈ હતી. જે દરમિયાન કિન્નરો નિવસ્ત્ર થઇ ગયા હતા અને હોબાળો કર્યો હતો. કિન્નરોએ પોલીસકર્મીઓને બેફામ ગાળો પણ આપી હતી. કતારગામ ચેકપોસ્ટ પર આખરે મોડી રાત સુધી ચાલેલા આ હંગામાનાં કારણે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તમામ કિન્નરોને કતારગામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલ કતારગામ પોલીસે ચાર જેટલા કિન્નરો સાથે મારામારીની ફરિયાદ નોંધી છે.

ક્રિકેટને લાગ્યું ગ્રહણ / સચિન, પઠાણ ભાઇઓ બાદ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર કોરોના પોઝિટિવ

કિન્નરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અને કિન્નરોએ નગ્ન થઈને ગાળાગાળી પણ કરી હતી. જેથી પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કિન્નર સમાજનો એક વર્ગ સતત માનવતાનું અને સમાજલક્ષી કામ કરી રહ્યો છે. જેને લઈને તેઓ અનોખું સન્માન પણ ધરાવે છે. પરંતુ આ ઘટનાને લઈને અમુક કિન્નરોને લઈને કિન્નર સમાજની છબી ખરડાઈ છે અને અન્ય કિન્નરોએ આ ઘટનાને વખોડી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ