Not Set/ તહેવારોની સીઝનમાં દેશમાં આવી શકે છે ભારે વીજળી સંકટ, આવી શકે છે મોંઘુ લાઇટ બિલ

ઉર્જા વિકાસ નિગમનાં ડેટા મુજબ, રાજ્યોમાં માંગ કરતાં કેન્દ્રીય પૂલમાંથી ઘણી ઓછી વીજળી આવી રહી છે. નેશનલ પાવર એક્સચેન્જમાં પણ વીજળીની અછત છે.

Top Stories India
વિજળી સંકટ

કોલસાની અછતને કારણે રાજધાની દિલ્હી સહિત દેશનાં અનેક રાજ્યોમાં અભૂતપૂર્વ વીજળીનું સંકટ દસ્તક આપી રહ્યુ છે. દિલ્હીમાં, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીને વીજળી સપ્લાય કરતી ટાટા પાવરે ગ્રાહકોને બપોરે 2 થી સાંજનાં 6 વાગ્યા સુધી કાપ મૂકવાની સ્થિતિમાં સંયમ રાખવાનું કહ્યું છે.

વિજળી સંકટ

આ પણ વાંચો – OMG! / 9 માળની બિલ્ડિંગથી નીચે પડ્યો આ શખ્સ, પછી ઉભો થઇને બોલ્યો ‘શું થયુ’

આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, બિહાર સહિત અન્ય ઘણા રાજ્યોમાં માંગની સરખામણીમાં પુરવઠામાં મોટા તફાવતને કારણે કેટલાક કલાકો સુધી વીજળી કાપ છે. ઉર્જા વિકાસ નિગમનાં ડેટા મુજબ, રાજ્યોમાં માંગ કરતાં કેન્દ્રીય પૂલમાંથી ઘણી ઓછી વીજળી આવી રહી છે. નેશનલ પાવર એક્સચેન્જમાં પણ વીજળીની અછત છે. જો આપણે આંકડાઓની ભાષામાં વાત કરીએ તો સમગ્ર ભારતમાં લગભગ 10 હજાર મેગાવોટ વીજળીની અછત છે. રાજધાની દિલ્હીમાં, ત્રણ વીજ પુરવઠો કંપનીઓ BSIS રાજધાની, BSES યમુના અને TPDDL નાં અધિકારીઓ ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે બેઠક કરી રહ્યા છે. તહેવારોની સીઝનમાં વીજ કાપને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉર્જા વિકાસ નિગમનાં જણાવ્યા અનુસાર, રાજ્યોને માંગ કરતાં કેન્દ્રીય પૂલમાંથી ઘણી ઓછી વીજળી મળી રહી છે. નેશનલ પાવર એક્સચેન્જમાં પણ વીજળીની અછત છે. સમગ્ર દેશમાં આશરે 10,000 મેગાવોટ વીજળીની અછત છે. તેના કારણે નેશનલ પાવર એક્સચેન્જમાં વીજળીનાં પ્રતિ યુનિટ દરમાં સર્વાંગી વધારો થયો છે. સામાન્ય રીતે, 5 રૂપિયા પ્રતિ યુનિટમાં ઉપલબ્ધ વીજળીનો દર 20 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગયો છે.

વિજળી સંકટ

આ પણ વાંચો – Interesting / આ દેશમાં Underwear ની થઇ ભારે અછત, લોકો 3થી 4 ગણો ભાવ આપી કરી રહ્યા છે ખરીદી

ઉલ્લેખનીય છે કે, પાવર જનરેટિંગ પ્લાન્ટ્સમાં કોલસાની તીવ્ર અછતને કારણે દેશનાં ઘણા રાજ્યોમાં વીજળીની અછત વધી રહી છે. ઝારખંડમાં, પુરવઠામાં તંગીને કારણે, 285 મેગાવોટથી 430 મેગાવોટનું લોડ શેડિંગ કરવું પડ્યું. જેના કારણે ગામડાઓમાં દિવસમાં આઠથી દસ કલાકનો કાપ હતો. વળી, બિહારને પાંચ ગણી વધુ કિંમતે પણ સંપૂર્ણ વીજળી મળી રહી નથી. પાવર સંકટનું મુખ્ય કારણ વીજ ઉત્પાદક પ્લાન્ટ માટે કોલસાની તીવ્ર અછત છે. ઝારખંડનાં પાવર જનરેટિંગ પ્લાન્ટ્સમાં પણ કોલસાનો મર્યાદિત ભંડાર છે. રાજ્ય સરકારે નેશનલ પાવર એક્સચેન્જ પાસેથી વધેલા દરે વીજ ખરીદવાની પહેલ કરી છે, પરંતુ તે ઉપલબ્ધ નથી. આગામી દિવસોમાં તહેવારને કારણે આ સંકટ વધુ વધી શકે છે.