પાટણ/ રખડતાં ઢોર નિંયંત્રણનો કાયદો સરકારે પાછો ખેંચતા પશુપાલકોમાં ખુશી

કાયદો પાછો ખેચાતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોર ચાચરેટ દાદાના મંદિરથી પદયાત્રા યોજી વાળીનાથ ધામે પહોંચી દુધની બાધા છોડી હતી..

Gujarat Others
m3 1 9 રખડતાં ઢોર નિંયંત્રણનો કાયદો સરકારે પાછો ખેંચતા પશુપાલકોમાં ખુશી

ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણનો કાયદો લાવવામાં આવ્યો હતો. ત્યારે રખડતા ઢોર નિંયંત્રણના કાયદાનો વિપક્ષ અને પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેમજ રખડતા ઢોર નિયંત્રણ કાયદાને કાળો કાયદો ગણાવી અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ જ્યાં સુધી કાયદો પાછો ખેંચવામાં નહી આવે ત્યાં સુધી દુધ નહી પીવાની બાધા રાખી હતી. જે બાદ સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચી લેતા પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. કાયદો પાછો ખેચાતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોર ચાચરેટ દાદાના મંદિરથી પદયાત્રા યોજી વાળીનાથ ધામે પહોંચી દુધની બાધા છોડી હતી…

  • ઢોર નિંયંત્રણના કાયદાનો વિપક્ષ અને પશુપાલકો દ્વારા વિરોધ
  • અ.ગુ.ક્ષ ઠાકોર એકતા સમિતિએ કાયદાનો નોંધાવ્યો હતો વિરોધ
  • કાયદો પાછો ખેંચવા દુધ નહીં પીવાની રાખી બાધા
  • સરકારે કાયદો પાછો ખેંચતા પશુપાલકોમાં ખુશી

ગુજરાત સરકાર દ્વારા ગાયો અને રખડતા ઢોળ નિયંત્રણ કાયદા લાવવામાં આવ્યો હતો. ત્યારે તેનો વિપક્ષ અને પશુ પાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને રખડતા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો ત્યારે તેને લઇને અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોર દ્વારા આ કાળા કાયદાને સરકાર દ્વારા નાબૂદ કરવામાં નહિ આવે ત્યાં સુધી દૂધ ના પીવાની બાધા લીધી હતી. જોકે નવઘણજી ઠાકોર અને પશુપાલકો તેમજ પશુ પ્રેમીઓની લડત રંગ લાવી અને સરકાર દ્વારા અંતે આ રખડતા ઢોળ નિયંત્રણ કાયદા ને રદ કરવામાં આવતા પશુ પાલકોમાં આનંદ છવાયો હતો.

આ કાળા કાયદાને ગુજરાત સરકાર દ્વારા રદ કરાતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોર દ્વારા આજરોજ સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ચાચરેટ દાદાના ચાચરેટ દાદાના મંદિરે થી પદયાત્રા કરી તરભ વાળીનાથ ધામ સુધી તેમના સમર્થકો સાથે પગપાળા જઇ દૂધની બાધા પૂર્ણ કરવામાં આવી હતી જયારે પદયાત્રા દરમ્યાન અનેક ગામોમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને 2022 માં ગુજરાતમાં સોનાનો સુરજ ઉગે તેવું નવઘણજી ઠાકોરે આહવાન કર્યું હતું.