Earthquake/ મોરબીમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ 24 કિમી દૂર

મોરબીમાં આજે ફરી ધરતી ધ્રુજી ઉઠી હતી જેમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી મોરબીની ધરા ફરી ધ્રુજી ઉઠતા વોકિંગ પર રહેલા લોકો ચોકી ઉઠ્યા હતા આ મોરબીમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબીથી 24 કિમિ દૂર હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Others
a 294 મોરબીમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ 24 કિમી દૂર

@બળદેવભાઇ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ- મોરબી 

મોરબીમાં આજે ફરી ધરતી ધ્રુજી ઉઠી હતી જેમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી મોરબીની ધરા ફરી ધ્રુજી ઉઠતા વોકિંગ પર રહેલા લોકો ચોકી ઉઠ્યા હતા આ મોરબીમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબીથી 24 કિમિ દૂર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : આજે દેવદિવાળી પર્વે અમદાવાદીઓને મળશે આ બે ખાસ ભેટ

વહેલી સવારે 6.57 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 1.9 ની તિવ્રતા બતાવવામાં આવી છે જો કે શિયાળા નો સમય હોય મોટા ભાગના લોકો સુતા હોવાથી તેમજ ભૂકંપ ની તીવ્રતા સામાન્ય હોવાથી લોકોમાં વધુ ચહલ પહલ જોવા મળી ન હતી.

આ પણ વાંચો :અમિત શાહ અને રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં ખેડૂતોના મુદ્દે ભાજપ પ્રમુખ જે પી. નડ્ડાના ઘરે ઉચ્ચ કક્ષાની મિટિંગ મળી

મહત્વનું છે કે, જુનાગઢના તાલાલામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. તાલાલામાં સૌ પ્રથમ રાત્રે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર હતું. જ્યારે બીજો ભૂકંપનો આંચકો તાલાલામાં વહેલી સવારે 5.52 કલાકે 2.0ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિમી દૂર હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…