IND vs AUS 1st Test/ બોલ્ડ થતા જ ટ્રોલ થયો પૃથ્વી શો, ફ્લોપ ઈનિગ્સથી કેરિયર પર લાગી શકે છે ગ્રહણ

એડિલેડ ટેસ્ટની પહેલી ઇનિંગ પૃથ્વી શો માટે સારી નથી રહી, કારણ કે તે મેચનાં બીજા જ બોલ પર મિશેલ સ્ટાર્ક દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. પિંક બોલ ટેસ્ટ પહેલા ઓપનિંગ જોડી અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ મેનેજમેન્ટે શો ને શુભમન ગિલ અને લોકેશ રાહુલ પહેલા પ્રથમ ટેસ્ટ ઓપનર માટે પસંદ કર્યો હતો. એવી […]

Sports
zzas 24 બોલ્ડ થતા જ ટ્રોલ થયો પૃથ્વી શો, ફ્લોપ ઈનિગ્સથી કેરિયર પર લાગી શકે છે ગ્રહણ

એડિલેડ ટેસ્ટની પહેલી ઇનિંગ પૃથ્વી શો માટે સારી નથી રહી, કારણ કે તે મેચનાં બીજા જ બોલ પર મિશેલ સ્ટાર્ક દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. પિંક બોલ ટેસ્ટ પહેલા ઓપનિંગ જોડી અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ મેનેજમેન્ટે શો ને શુભમન ગિલ અને લોકેશ રાહુલ પહેલા પ્રથમ ટેસ્ટ ઓપનર માટે પસંદ કર્યો હતો. એવી આશા રાખવામાં આવી રહી હતી કે, પૃથ્વી શો સારી ઇનિંગ રમશે પરંતુ તે શૂન્ય પર આઉટ થયો હતો. જો કે, શો ની પસંદગી પર પણ ઘણા સવાલો ઉભા થયા હતા.

આ પહેલા ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રી બોલ્યા હતા કે શો ની અંદર સચિન, સેહવાગ અને લારા જેવી ઝલક છે અને હવે પ્રથમ મેચની પહેલી ઇનિંગ્સમાં શો ના આઉટ થયા બાદ ચાહકો ભડક્યા અને શો ને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવાનું શરૂ કર્યુ છે.

મયંક અગ્રવાલ અને પૃથ્વી શો એ કરી શરૂઆત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ એડિલેડમાં આજથી શરૂ થઈ ગઈ છે. આ મેચમાં પ્રથમ ટોસ જીતીને વિરાટ કોહલીની ટીમે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ને ઓપનિંગ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ આજે પૃથ્વી શો નાં બેટે જવાબ આપી દીધો હતો અને તે બીજા જ બોલ પર બોલ્ડ થઇ ગયો હતો.

zzas 25 બોલ્ડ થતા જ ટ્રોલ થયો પૃથ્વી શો, ફ્લોપ ઈનિગ્સથી કેરિયર પર લાગી શકે છે ગ્રહણ

ફ્લોપ ઇનિંગ્સનાં કારણે પૃથ્વી શો ની કારકિર્દી જોખમમાં

આપને જણાવી દઇએ કે, પ્રથમ ટેસ્ટ મેચમાં, મયંક અગ્રવાલની સાથે ભારતીય ઈનિગ્સની શરૂઆત કરવા ઉતરેલા પૃથ્વી શો નાં બેટે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બીજા જ બોલમાં જવાબ આપી દીધો હતો. આ દરમિયાન મિશેલ સ્ટોર્કનાં હાથે બોલ્ડ થયા બાદ તેને પેવેલિયન જવુ પડ્યુ હતુ. જે રીતે પૃથ્વી શો સતત ખરાબ પ્રદર્શનમાં સતત ચાલી રહ્યા છે, તે તેમના કેરિયર પર બ્રેક લગાવી શકે છે.

zzas 26 બોલ્ડ થતા જ ટ્રોલ થયો પૃથ્વી શો, ફ્લોપ ઈનિગ્સથી કેરિયર પર લાગી શકે છે ગ્રહણ

વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ ડેબ્યૂ કર્યું

આ પહેલા પ્રેક્ટિસ મેચમાં પૃથ્વી શો સસ્તામાં આઉટ થઇ ગયો હતો. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરવા આવેલા પૃથ્વી શો ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, એમ કહેવું ખોટું નહીં થાય કે, પૃથ્વી શો ની કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થવાની આરે લાગી રહી છે! પૃથ્વી શો એ વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 18 વર્ષની ઉંમરે પ્રથમ વખત તેણે ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. જેને લઇને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

zzas 27 બોલ્ડ થતા જ ટ્રોલ થયો પૃથ્વી શો, ફ્લોપ ઈનિગ્સથી કેરિયર પર લાગી શકે છે ગ્રહણ

પૃથ્વી શો ની ન્યૂઝીલેન્ડ સામે માત્ર અડધી સદી નિકળી હતી

આ પછી, ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પહોંચેલી ટીમ ઈન્ડિયાની તરફ પ્રથમ મેચમાં પૃથ્વી શો નું પ્રદર્શન ખૂબ નબળું રહ્યુ હતું. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચમાં તેણે માત્ર અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન પૃથ્વી શો એ 64 બોલમાં 54 રન બનાવ્યા હતા. જેમાંથી તેણે આઠ ચોક્કા અને એક છક્કા ફટકાર્યા હતા. જો કે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પૃથ્વી શો નાં બેટ દ્વારા માત્ર 16 રન નિકળ્યા હતા.

બંદૂકની ગોળીની જેમ બાઉન્ડ્રી પર કૂદીને ગ્લેન મેક્સવેલે આવી રીતે રોક્યો બોલ, જુઓ Video

સાથી ખેલાડીને થપ્પડ મારવાનો પ્રયત્ન, મુશફિકુર રહીમને પડ્યો ભારે, મળી આ સજા

દુનિયાનાં 120 દેશોમાં IND vs AUS ટેસ્ટ સીરીઝનું થશે પ્રસારણ

કોહલી-બુમરાહે ICC Test Ranking માં લગાવી છલાંગ, જાણો આ યાદીમાં ટીમનું સ્થાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો