T20 WorldCup/ આ ખેલાડીઓ પહેલીવાર અનુભવ કરશે ભારત-પાકિસ્તાન મેચનું દબાણ

ગ્રુપ 2 નાં આ મેચની સાદી વાત એ છે કે આ મેચમાં તમે રોમાંચની હદ વટી જશે તેવા નજારા જોવા મળશે. આ મુકાબલામાં લાગણીઓને કાબૂમાં રાખવી અશક્ય છે.

Top Stories Sports
ભારત vs પાકિસ્તાન

24 ઓક્ટોબરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપ મેચ રમાવાની છે. ગ્રુપ 2 નાં આ મેચની સાદી વાત એ છે કે આ મેચમાં તમે રોમાંચની હદ વટી જશે તેવા નજારા જોવા મળશે. આ મુકાબલામાં લાગણીઓને કાબૂમાં રાખવી અશક્ય છે. મોટી વાત એ છે કે ભારત અને પાકિસ્તાન બે વર્ષ પછી એકબીજા સાથે રમવા જઈ રહ્યા છે, તેથી ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચમાં બંને ટીમનાં ખેલાડીઓ પર કેટલું દબાણ છે તે કહેવાની જરૂર નથી. એક-એક બોલ પર બન્ને ટીમોનાં ખેલાડીઓ સહિત બન્ને દેશની જનતા અને સાથે સમગ્ર વિશ્વનાં ક્રિકેટ પ્રેમીઓનું ટેન્શન વધતુ જોવા મળશે.

ભારત vs પાકિસ્તાન

આ પણ વાંચો – T20 WorldCup / BCCI નો મોટો નિર્ણય, ભારત-પાકિસ્તાન મેચ પહેલા આ ચાર ખેલાડીઓ ભારત પરત ફરશે

આ મેચને લઇને ઘણા ક્રિકેટ દિગ્ગજોએ કહ્યું છે કે, જે ટીમ મેચનાં દિવસે દબાણનો સારી રીતે સામનો કરી શકે છે તે જીતશે. તે અનુમાન લગાવવું સહેલું છે કે દરેક ખેલાડી ભારે દબાણ હેઠળ હશે. આ વખતે કંઈક નવું જોવા મળશે. બન્ને ટીમોમાં એવા ખેલાડીઓ છે, જે પ્રથમ વખત ભારત-પાકિસ્તાન હાઇ વોલ્ટેજ મેચનો ભાગ બનશે. તેઓ પહેલી વખત જાણશે કે દબાણ શું કહેવાય છે. જો કે આ તો પ્લેઇંગ 11 પર નિર્ભર રહેશે કે કોને મેચમાં પોતાની ક્ષમતા બતાવવાની તક મળી છે. પરંતુ અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પહેલી વખત આ હાઈ વોલ્ટેજ મેચનો ભાગ બનશે.

ભારત vs પાકિસ્તાન

ઇશાન કિશન – IPL માં પોતાની આક્રમક શૈલી માટે જાણીતા ઇશાન કિશનને પણ પ્રથમ વખત ભારત-પાક મેચનો અનુભવ મળશે. ડાબા હાથનાં આ બેટ્સમેને અત્યાર સુધીમાં માત્ર 3 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. IPL 2021 ની પીચ પર તેનો પહેલો હાફ સારો રહ્યો હતો. પરંતુ બીજા હાફમાં તેના નબળા ફોર્મે દરેકની ચિંતા વધારી દીધી હતી. જો કે, સારી વાત એ છે કે તેની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સની સફર અટકે તે પહેલા તેણે તેના ફોર્મમાં પાછા ફરવાના અજોડ સંકેતો આપ્યા હતા. તેણે સનરાઇઝર્સ સામેની છેલ્લી મેચમાં માત્ર 32 બોલમાં 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. T20 વર્લ્ડકપ ટીમ ઈન્ડિયામાં ઇશાન કિશનનો રોલ ઓપનર તરીકે જોવા મળી શકે છે.

આ પણ વાંચો – icc t-20 world cup / આયર્લેન્ડ અને નામિબીયા મેચમાં એક જ બોલ પર બેટસમેન ત્રણ વાર રન આઉટ થતાં બચ્યો,જુઓ વીડિયો

રાહુલ ચહર –

રાહુલ ચહર

ભારતીય ટીમનો લેગ સ્પિનર ​​રાહુલ ચહર પ્રથમ વખત આ મેચનો ભાગ બનશે. રાહુલ ચહરને એ પણ ખબર પડશે કે ભારત-પાકિસ્તાન મેચમાં દબાણ કેમ છે. રાહુલ ચહરે અત્યાર સુધીમાં 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે સાત વિકેટ લીધી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021નાં બીજા તબક્કામાં ખરાબ પ્રદર્શન કરનાર રાહુલ ચહર T20 વર્લ્ડકપની વોર્મ-અપ મેચમાં પણ મોંઘો સાબિત થયો હતો. ઈંગ્લેન્ડ સામે, રાહુલ ચહરે વિશ્વનાં નંબર 1 બેટ્સમેનની વિકેટ લીધી હતી, પરંતુ આ સિવાય તેની લાઈન-લેન્થ ક્યાંક ખૂટતી દેખાઈ હતી, જે  ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય સાબિત થઇ શકે છે.

સૂર્યકુમાર યાદવ –

સૂર્યકુમાર યાદવ

IPL ની સનસનાટી બનીને ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરનાર સ્ટાઈલિશ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત ભારત-પાકિસ્તાન મેચનો ભાગ બનશે. મુંબઈનાં બેટ્સમેને અત્યાર સુધી 4 T20 ઈન્ટરનેશનલ મેચોમાં બે અડધી સદીની મદદથી 139 રન બનાવ્યા છે. સૂર્યાનો પ્રયાસ પાકિસ્તાની બોલરોની ધોલાઇ કરવાનો રહશે. પાકિસ્તાન સામે સૂર્યકુમાર મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ બની શકે છે. સૂર્યકુમાર યાદવે IPL 2021 ની 14 મેચમાં 317 રન બનાવ્યા છે. IPL નાં બીજા ભાગમાં, તે ચોક્કસપણે તેના ફોર્મ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચમાં તેણે 40 બોલમાં 82 રનની ઈનિંગ રમીને ફોર્મમાં પરત ફરવાનો પુરાવો આપ્યો હતો.

આ પણ વાંચો – icc t-20 world cup / T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું કાર્યક્રમ કન્ફર્મ, ભારત આ ટીમો સાથે ટકરાશે

શાર્દુલ ઠાકુર –

શાર્દુલ ઠાકુર

લોર્ડ ઠાકુર તરીકે જાણીતા શાર્દુલ ઠાકુર હવે પ્રથમ વખત એક મેચનો સાક્ષી બનશે જેમાં લાગણીઓ રમતની ઉપર તરે છે. શાર્દુલ ઠાકુરે અત્યાર સુધીમાં 22 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 31 વિકેટ લીધી છે. આ ટુર્નામેન્ટમાં ભારતનાં ઘાતક હથિયાર સાબિત થઇ શકે છે. શાર્દુલ IPL 2021 માં ચેન્નઈ સુપર કિંગ્સનો સૌથી સફળ બોલર રહ્યો છે.

વરુણ ચક્રવર્તી –

વરુણ ચક્રવર્તી

ભારતનાં રહસ્યમય સ્પિનર ​​વરુણ ચક્રવર્તી પણ આ હાઈ વોલ્ટેજ મેચનો પ્રથમ વખત અનુભવ કરશે. ટુર્નામેન્ટમાં વરુણ ચક્રવર્તીને ટ્રમ્પ કાર્ડ માનવામાં આવી રહ્યું છે. વરુણ અત્યાર સુધીમાં 3 T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે અને તેણે બે વિકેટ ઝડપી છે.

મોહમ્મદ રિઝવાન –

મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાનનાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને તાજેતરનાં સમયમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ જો તે પ્રથમ વખત ભારત-પાકિસ્તાન મેચનો ભાગ બનશે તો તે ચોક્કસપણે દબાણ અનુભવશે. રિઝવાને અત્યાર સુધી 43 T20 ઈન્ટરનેશનલમાં એક સદી અને 8 અડધી સદીની મદદથી 1065 રન બનાવ્યા છે.

મોહમ્મદ વસીમ –

મોહમ્મદ વસીમ

પાકિસ્તાનનાં યુવા ઓલરાઉન્ડર પાસેથી T20 વર્લ્ડકપમાં ટીમને વધુ સારા પ્રદર્શનની આશા હશે. પરંતુ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં તે ભારે દબાણમાં હશે કારણ કે તે પ્રથમ વખત ભારતનો સામનો કરશે. વસીમે અત્યાર સુધીમાં 4 T20 આંતરરાષ્ટ્રીયમાં 2 વિકેટ લીધી છે.

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડકપ 2021ની સૌથી મોટી મેચની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 24 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હાઈ-વોલ્ટેજ મેચને લઈને બયાનબાજી પણ ચાલી રહી છે અને બન્ને ટીમનાં ભૂતપૂર્વ ક્રિકેટરો પણ પોતાની ટીમની જીતનાં દાવા કરી રહ્યા છે. પાકિસ્તાન આજ સુધી ભારત સામે T20 વર્લ્ડ કપ જીતી શક્યું નથી, પરંતુ વર્તમાન કેપ્ટન બાબર આઝમે આ વખતે ઈતિહાસ બદલવાનો દાવો કર્યો છે. જો કે પાકિસ્તાનનાં દિગ્ગજ બોલર મોહમ્મદ આમીરનાં મતે આ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે.