Earthquake/ નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 70 લોકોના મોત

નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ છે. રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજવાથી અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે.

Top Stories India
YouTube Thumbnail 2023 11 04T074131.801 નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 70 લોકોના મોત

નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ છે. રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજવાથી અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે. નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જાજરકોટ જિલ્લાના લામિડાંડા વિસ્તારમાં હતું.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ શનિવારે સવારે 5 વાગ્યે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર જાજરકોટના સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે ભૂકંપના કારણે અહીં 34 લોકોના મોત થયા છે. બીજી તરફ જાજરકોટના પડોશી રૂકુમ પશ્ચિમ જિલ્લામાં લગભગ 36 લોકોના મોત થયા છે.

મીડિયા રિપેર્ટ અનુસાર, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલે કહ્યું છે કે દેશની ત્રણેય સુરક્ષા એજન્સીઓએ ઘાયલો અને પીડિતોની મદદ કરવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ, ગૃહ મંત્રાલયે કહ્યું છે કે અન્ય જિલ્લાઓમાંથી પણ લોકોને ઈજાઓ અને ઘણી સંપત્તિઓને નુકસાનના અહેવાલો આવી રહ્યા છે. જેમાં દૈલેખ, સલિયાણ અને રોલ્પા જિલ્લાનો સમાવેશ થાય છે. જાજરકોટમાં ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે,શુક્રવારે રાત્રે 11.32 કલાકે દિલ્હી NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકો ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી. આ દરમિયાન લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.


આ પણ વાંચો: Feng Shui Tips/ આ ઉપાયોથી પતિ-પત્ની વચ્ચેના વિવાદ દૂર થશે, દાંપત્ય જીવનમાં વધશે પ્રેમ

આ પણ વાંચો: આજનું રાશિફળ/ મકર રાશિના જાતકોએ ગુસ્સો ન કરવો ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

આ પણ વાંચો: વાતચીત/ વડાપ્રધાન મોદીએ બ્રિટનના PM ઋષિ સુનક સાથે ફોન પર કરી વાતચીત