Not Set/ મહેસાણા ઊંઝા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સાથે ભાજપની ભાંજગડ શરુ

ઊંઝા, આશાબેન પટેલ અને કે સી પટેલ ને ટિકિટ આપવાની હિલચાલ સામે વિરોધ આશાબેન પટેલ અને કે સી પટેલ ને ટિકિટ આપશો તો ભાજપ ને થશે નુકસાન ઊંઝા ભાજપ ના 95 કાર્યકરે પોતાની સહી સાથે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ને આપ્યું આવેદન સ્થાનિક મૂળ ભાજપ ના જ કાર્યકર ને આપો ટિકિટ મહેસાણાના ઊંઝા ભાજપમાં કોંગ્રેસના […]

Gujarat Others Politics
bjp મહેસાણા ઊંઝા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સાથે ભાજપની ભાંજગડ શરુ

ઊંઝા,

  • આશાબેન પટેલ અને કે સી પટેલ ને ટિકિટ આપવાની હિલચાલ સામે વિરોધ
  • આશાબેન પટેલ અને કે સી પટેલ ને ટિકિટ આપશો તો ભાજપ ને થશે નુકસાન
  • ઊંઝા ભાજપ ના 95 કાર્યકરે પોતાની સહી સાથે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ને આપ્યું આવેદન
  • સ્થાનિક મૂળ ભાજપ ના જ કાર્યકર ને આપો ટિકિટ

મહેસાણાના ઊંઝા ભાજપમાં કોંગ્રેસના આશાબેન પટેલ આવતાની સાથે જ જુના ભાજપના કાર્યકરોમાં નારાજગી આડકતરી રીતે જોવા મળી રહી છે. જેને લઇને વિધાનસભા અને લોકસભાની સીટ પર આશાબેન પટેલ અને કે. સી. પટેલને ટિકિટ ન આપવી જોઈએ. તેવો લેખિત સુર ભાજપ ના કાર્યકરો એ આપ્યો છે અને નવા કોંગ્રેસના ઉમેદવાર જો ભાજપ ટીકીટ આપશે તો ભાજપનો કારમો પરાજય થશે. તેવા એધાણ ભાજપના કાર્યકરોના બે જૂથો સામે આવ્યા છે. સાથે ભાજપમાં ભાંજગડ શરુ થઈ ગઈ છે. તેવા સંકેત પણ મળી રહ્યાં છે.

મહેસાણા ઊંઝા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સાથે ભાજપની ભાંજગડ શરુ થઈ ગઈ છે. ઊંઝા ભાજપના કાર્યકરોમાં આશાબેન આવવાના કારણે નારાજગી જોવા મળી રહી છે. કારણ કે, આશાબેન પટેલને લોકસભા કે વિધાનસભા ની ટીકીટ આપવાની વાત ઉઠતા ઉમેદવાર આશાબેન પટેલ સામે વિરોધ ના વંટોળ ઊંઝા થી ઉઠવા લાગ્યા છે. જેને પગલે ભાજપ દ્વારા લવાદ સમિતિ બનવામાં આવી છે. લવાદ સમિતિ દ્વારા ઠરાવ પણ કરીને ભાજપના કાર્યાલય ‘કમલમ’ ખાતે મોકલી અપાયો છે.

આ પત્ર માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કે. સી. પટેલ અને આશાબેન પટેલ નવા ઉમેદવાર તરીકે ટીકીટ આપશો તો ભાજપના કાર્યકરો નારાજ થશે.  આ સમગ્ર મામલે કે. સી. પટેલ દ્વારા ઊંઝા APMC ને તોડી હોવાનો પણ આ પત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  મૂળ ઊંઝાના સ્થાનિક અને ભાજપના વ્યક્તિ ને જ ટીકીટ આપવાની માંગ આ પત્રમાં કરવામાં આવી છે અને એવી ચીમકી પણ અપાઈ  છે કે આ લવાદ સમિતી ને પૂછ્યા વગર ટિકિટ આપશો તો ભાજપ ને મસ મોટું નુકસાન થશે. આ સમિતિ માં 95 સભ્યો હોવાનું હાલમાં ચર્ચાય છે.