Interesting/ આ વૃદ્ધ દિવસમાં 250 ગ્રામ પથ્થર ખાઇ જાય છે, જાણો કેવી રીતે પડી આ આદત

સામાન્ય રીતે કોઇ બાળક તમને માટી ખાતા જોવા મળી જાય તો તમને નવાઇ નહી લાગે પરંતુ કોઇ વૃદ્ધ પથ્થર ખાતા જોવા મળશે તો? જી હા અમે અહી તમને એક એવા શખ્સની વાત કરવા જઇ રહ્યા છીએ…

Ajab Gajab News
પથ્થર

સામાન્ય રીતે કોઇ બાળક તમને માટી ખાતા જોવા મળી જાય તો તમને નવાઇ નહી લાગે પરંતુ કોઇ વૃદ્ધ પથ્થર ખાતા જોવા મળશે તો? જી હા અમે અહી તમને એક એવા શખ્સની વાત કરવા જઇ રહ્યા છીએ કે જે પથ્થર ખાવાના કારણે જાણીતા થયા છે.

1 358 આ વૃદ્ધ દિવસમાં 250 ગ્રામ પથ્થર ખાઇ જાય છે, જાણો કેવી રીતે પડી આ આદત

આ પણ વાંચો – OMG! / લો બોલો!! ભારતનાં આ વિસ્તારમાં મજૂરોએ ટ્રેનને ધક્કો માર્યો

આપને જણાવી દઇએ કે, એક 80 વર્ષનાં વૃદ્ધ છે કે જેઓ દરરોજ આરામથી 250 ગ્રામ પથ્થર ચટ કરી જાય છે. તમને નવાઇ લાગશે કે, આ વૃદ્ધ પથ્થર પોતાનો શોખ પૂરો કરવાના કારણે ખાય છે. તેમને આ પથ્થર ખાતા 31 વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે. અમે અહીંયા જે વ્યક્તિનાં વિશે વાત કરી રહ્યા છીએ, તે મહારાષ્ટ્રનાં “સતારા” ગામમાં રહે છે. તેમનું નામ રામભાઉ બોડકે છે. ગામનાં લોકો તેમને “પથ્થર વાલે બાબા” નાં નામથી પણ જાણે છે. રામભાઉનાં ખિસ્સામાં હંમેશા પથ્થરનાં ટુકડા હોય છે. તેમનું જ્યારે પણ મન થાય છે, તે તેને ખાવા લાગે છે. જ્યારે ડોક્ટર્સને પથ્થર ખાવાવાળા આ વૃદ્ધ વ્યક્તિનાં વિશે જાણવા મળ્યું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. રામભાઉ બોડકે જણાવે છે કે, તે વર્ષ 1989 માં કામની શોધમાં મુંબઈ આવ્યા હતાં. અહીંયા તેમને પેટમાં દુખાવાની ફરિયાદ રહેવા લાગી હતી. તેમણે પોતાના પેટનાં દુખાવાની ત્રણ વર્ષ સુધી સારવાર કરાવી પરંતુ તેમને તેમાં રાહત મળી નહી, તેવામાં તે મુંબઈ છોડીને “સતારા” આવી ગયા અને ખેતી કરવા લાગ્યા. જો કે અહીંયા પણ તેમને પેટનાં દુખાવામાં કોઇ રાહત મળી નહી. ત્યારબાદ એક વૃદ્ધ મહિલાએ તેમને પથ્થર ખાવાની સલાહ આપી. બસ ત્યારબાદથી રામભાઉ બોડકે એ પથ્થર ખાવાનું શરૂ કરી દીધું. તેનાથી તેમને પેટનાં દુખાવામાં થોડી રાહત પણ મળી. ત્યારબાદ તે દરરોજ પથ્થર ખાવા લાગ્યા. તે 31 વર્ષથી પથ્થર ખાઇ રહ્યા છે.

1 357 આ વૃદ્ધ દિવસમાં 250 ગ્રામ પથ્થર ખાઇ જાય છે, જાણો કેવી રીતે પડી આ આદત

આ પણ વાંચો – OMG! / આ ગામ ત્રણ મહિના સુધી અંધારામાં રહ્યું તો લોકોએ પોતાનો સૂરજ બનાવ્યો, જાણો કઈ રીતે

થોડા દિવસો પહેલાં જ તેમને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી, જેના લીધે તે હોસ્પિટલમાં દાખલ થયા હતાં. ત્યાં તેમનું સિટી સ્કેન કરવામાં આવ્યું તો તેમના પેટમાં ઘણા બધા પથ્થરો જોવા મળ્યા. આ નજારો જોઇને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડોક્ટરને વિશ્વાસ આવી રહ્યો ન હતો કે દરરોજ 250 ગ્રામ પથ્થર ખાવા છતાં પણ આ વૃદ્ધ વ્યક્તિ હજુ જીવીત છે. જોકે રામભાઉની તબિયત હવે સારી છે. ડોક્ટરોએ તેમને ફરીવાર પથ્થર ના ખાવાની સલાહ આપી છે. જો કે તે પોતાની આ આદત પર કંટ્રોલ રાખી શકે છે કે નહીં તે તો સમય જ બતાવશે. જો કે આ વૃદ્ધની આ આદતે લોકોને પણ માછુ ખંજવાળવા મજબૂર કરી દીધા છે.