Not Set/ ડેડલાઇન પહેલા અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો વતન પરત ફર્યા

અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો હવે તેમના વતન પરત ફર્યા છે. જે બાદ કહી શકાય કે, અફઘાનિસ્તાનમાં 19 વર્ષથી વધુ સમયથી અમેરિકાની હાજરીનો અંત આવી ગયો છે.

Mantavya Exclusive
વતન

અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો હવે તેમના વતન પરત ફર્યા છે. જે બાદ કહી શકાય કે, અફઘાનિસ્તાનમાં 19 વર્ષથી વધુ સમયથી અમેરિકાની હાજરીનો અંત આવી ગયો છે. અમેરિકાએ તાલિબાનની સમયમર્યાદા પહેલા અફઘાનિસ્તાનમાં તેની સૈન્ય હાજરી સમાપ્ત કરી દીધી છે. છેલ્લા ત્રણ યુએસ લશ્કરી વિમાનોએ પણ સોમવારે મોડી રાત્રે કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. અહેવાલો અનુસાર, યુએસ આર્મીનાં છેલ્લા ત્રણ C -17 વિમાનો 30-31 ઓગસ્ટની મધ્યરાત્રિએ કાબુલનાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ સાથે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તેની રાજદ્વારી હાજરી પણ સમાપ્ત કરી.

1 352 ડેડલાઇન પહેલા અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો વતન પરત ફર્યા

આ પણ વાંચો – સાવધાન! / અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટનો કહેર સતત વધ્યો, ઓક્સિજન અને બેડની ભારે અછત

આપને જણાવી દઇએ કે, તાલિબાનની સમયમર્યાદા પહેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તેની સૈન્ય હાજરી સમાપ્ત કરી દીધી છે. અફઘાનિસ્તાનથી અમેરિકાનું છેલ્લું વિમાન C-17 30-31 ઓગસ્ટની મધ્યરાત્રિએ કાબુલનાં હમીદ કરઝાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેને અફઘાનિસ્તાનથી તેમના કમાન્ડરોની ખતરનાક વાપસી માટે તેમના કમાન્ડરોનો આભાર માન્યો હતો. આપને જણાવી દઈએ કે, આ સાથે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તેની રાજદ્વારી હાજરી પણ સમાપ્ત કરી દીધી છે. છેલ્લું અમેરિકી વિમાન કાબુલથી ઉડાન ભર્યા પછી, જો બિડેને કહ્યું-હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય હાજરી સમાપ્ત થઈ ગઈ છે. 31 ઓગસ્ટની સવારની સમયમર્યાદા નક્કી હતી તે પહેલા વધુ કોઇ અમેરિકનનો જીવ જાય તેમણે અફગાનિસ્તાનથી વાપસી કરી તેને લઇને હુ અમારા કમાન્ડરોનો આભાર માનું છું.

1 353 ડેડલાઇન પહેલા અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો વતન પરત ફર્યા

બિડેને આગળ કહ્યું – છેલ્લા 17 દિવસમાં અમારા સૈનિકોએ અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટું એરલિફ્ટ કર્યું. તેમણે 1,20,000 થી વધુ અમેરિકન નાગરિકો, અમારા સાથીઓના નાગરિકો અને યુનાઇટેડ સ્ટેટ્સનાં અફઘાન સાથીઓને બચાવ્યા છે. જો બિડેને કહ્યું- મેં અમારા વિદેશ સચિવને અમારા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સતત સંકલન કરવા કહ્યું છે જેથી કોઈ પણ અમેરિકનો, અફઘાન ભાગીદારો અને અફઘાનિસ્તાન છોડવા ઈચ્છતા વિદેશી નાગરિકો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરી શકાય.

1 354 ડેડલાઇન પહેલા અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો વતન પરત ફર્યા

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલિબાન માટે સરકાર સરકાર બનાવવી અને ચલાવવી સરળ નહીં,આંતરિક સંઘર્ષનો સામનો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પોતાના નિવેદનમાં આગળ કહ્યું- ‘આવતીકાલે બપોરે (મંગળવારે) હું અફઘાનિસ્તાનમાં અમારી હાજરી 31 ઓગસ્ટથી આગળ ન વધારવાના મારા નિર્ણય પર લોકોને સંબોધિત કરીશ. અફઘાનિસ્તાનમાં અમારા એરલિફ્ટ મિશનને યોજના મુજબ પૂર્ણ કરવા માટે જમીન પરના અમારા તમામ કમાન્ડરો અને જોઈન્ટ ચીફ્સની સર્વસંમતિથી ભલામણ કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનમાં તેની લશ્કરી હાજરી સમાપ્ત કરવા ઉપરાંત, યુએસએ અફઘાનિસ્તાનમાં તેની રાજદ્વારી હાજરી પણ સમાપ્ત કરી છે અને તેને કતારમાં સ્થાનાંતરિત કરી છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિન્કેને કહ્યું કે યુએસ દરેક અમેરિકનને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે. બ્લિન્કેને કહ્યું- અફઘાનિસ્તાનમાં અમેરિકાનું કામ ચાલુ છે, અમારી એક યોજના છે… અમે શાંતિ જાળવવા પર અવિરત ધ્યાન કેન્દ્રિત કરીશું.. જેમા અમારા સમુદાયનાં હજારો લોકોનું સ્વાગત કરવુ પણ  શામેલ છે, જેમ અમે પહેલા પણ કર્યું છે..