Not Set/ પં.બંગાળમાં હિંસાને લઇને ECનો નિર્ણય, બંગાળમાં 24 કલાક પહેલા બંધ થશે ચૂંટણી પ્રચાર

પંશ્ચિમ બંગાળમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહનાં રોડ શો માં થયેલા વિવાદ બાદ ચુંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં અંતિમ ચરણનાં ચુંટણી પ્રચારનાં એક દિવસ પહેલા જ પ્રચાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચુંટણી પંચે કહ્યુ છે કે, ગુરુવારે રાત્રે 10 વાગ્યા બાદ પંશ્ચિમ બંગાળમાં ચુંટણી પ્રચાર નહી કરવા જાહેર કરવામાં આવ્યુ […]

Top Stories India Politics
D6na 7uXoAAkcvc પં.બંગાળમાં હિંસાને લઇને ECનો નિર્ણય, બંગાળમાં 24 કલાક પહેલા બંધ થશે ચૂંટણી પ્રચાર

પંશ્ચિમ બંગાળમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહનાં રોડ શો માં થયેલા વિવાદ બાદ ચુંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં અંતિમ ચરણનાં ચુંટણી પ્રચારનાં એક દિવસ પહેલા જ પ્રચાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચુંટણી પંચે કહ્યુ છે કે, ગુરુવારે રાત્રે 10 વાગ્યા બાદ પંશ્ચિમ બંગાળમાં ચુંટણી પ્રચાર નહી કરવા જાહેર કરવામાં આવ્યુ છે.

પંશ્ચિમ બંગાળમાં લોકસભાની 9 બેઠકો માટે મતદાન 19 મે નાં રોજ થવાનું છે. તે પહેલા બનેલી હિંસક ઘટનાને ધ્યાને લેતા ચુંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચુંટણી પંચે સ્પષ્ટ કર્યુ છે કે પંશ્ચિમ બંગાળમાં અંતિમ ચરણનાં ચુંટણી પ્રચારનાં એક દિવસ પહેલ જ પ્રચાર બંધ કરવાનો રહેશે. આ પહેલા ચુંટણ પ્રચાર શુક્રવાર સાંજે 5 વાગ્યે પૂરો થતો હતો.

WhatsApp Image 2019 05 15 at 7.59.56 PM પં.બંગાળમાં હિંસાને લઇને ECનો નિર્ણય, બંગાળમાં 24 કલાક પહેલા બંધ થશે ચૂંટણી પ્રચાર

ચૂંટણી પંચે તેના આદેશમાં જણાવ્યું હતું કે “થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં જે થયું, ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં, રાજકીય પક્ષો તરફથી મળેલ ફરિયાદો, પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચની ડીઇસી રિપોર્ટ અને ખાસ નિરીક્ષક અજય નાયક(નિવૃત્ત આઇએએસ અને વિવેક દૂબેની જોઇંટ રિપોર્ટનાં આધારે, સ્વતંત્ર, મુક્ત, પારદર્શી, હિંસા મુક્ત આદર્શ ચૂંટણી કરાવવા માટે કોઈપણ વ્યક્તિ અથવા જૂથ મીટિંગ નહી કરી શકે. તેટલુ જ નહી તે સિવાય કોઇ અન્ય પ્રકારથી ગુરુવાર રાત 10 વાગ્યા બાદ ચુંટણી પ્રચાર નહી કરી શકે. ચૂંટણી પ્રચાર માત્ર 16-05-2019 રાત્રે 10 વાગ્યા સુધી કરી શકાય છે. આ ઓર્ડર પશ્ચિમ બંગાળની 9 લોકસભાની બેઠકો માટે લાગુ પડશે. આ બેઠકો પર 19 મે નાં રોજ મતદાન યોજાશે.