Not Set/ ED ના ટોચના અધિકારીઓ સહિત કુલ 5 કર્મીઓ કોરોનાની ચપેટમાં

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની તપાસ એજન્સીના પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના પગલે ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ કર્મચારીઓમાં સ્પેશલ ડાયરેક્ટ રેંકના અધિકારીઓ પણ શામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે તપાસ એજન્સીના કર્મચારીઓને તેને કોરોના  પોઝિટિવ આવ્યા બાદ ઇડી ઓફિસને 48 કલાક માટે સીલ કરવામાં આવી હતી. પાંચ કર્મચારીઓમાંથી બે […]

Uncategorized
aebef352e2f0d38abae74f95a468c4c6 1 ED ના ટોચના અધિકારીઓ સહિત કુલ 5 કર્મીઓ કોરોનાની ચપેટમાં

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની તપાસ એજન્સીના પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના પગલે ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ કર્મચારીઓમાં સ્પેશલ ડાયરેક્ટ રેંકના અધિકારીઓ પણ શામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે તપાસ એજન્સીના કર્મચારીઓને તેને કોરોના  પોઝિટિવ આવ્યા બાદ ઇડી ઓફિસને 48 કલાક માટે સીલ કરવામાં આવી હતી. પાંચ કર્મચારીઓમાંથી બે કરાર કર્મચારી છે. અધિકારીઓએ જણાવ્યું કે ખાન માર્કેટમાં સ્થિત લોક નાયક ભવનના અન્ય માળના કેટલાક લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું, ત્યારબાદ તપાસ એજન્સીના કર્મચારીઓની પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 કોરોના પોઝિટિવ મળી આવેલ ઇડીના કર્મચારીઓમાં કોઈ પણ લક્ષણ જોવા મળ્યા નથી. તમામ કર્મચારીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વળી, જે લોકો તેના સંપર્કમાં આવ્યા હતા તેઓને પણ ક્વોરેન્ટાઇનમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કાર્યવાહી મુજબ એજન્સીના મુખ્ય મથકને 48 કલાક માટે સીલ કરી દેવામાં આવ્યું છે અને સોમવારથી આ કચેરીમાં ફરીથી કામગીરી શરૂ કરશે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત પોઝિટીવ કર્મચારીઓ ટેસ્ટ  બાદથી કચેરીએ આવી રહ્યા નથી. નોંધપાત્ર વાત એ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એક તપાસ એજન્સી છે જે મની લોન્ડરિંગ, બ્લેક મની અને હવાલાના વ્યવસાય વગેરેથી સંબંધિત કેસની તપાસ કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.