Not Set/ EDએ 70 હજાર કરોડનાં વિમાન સોદા મામલે પી.ચિદમ્બરમની 6 કલાક પૂછપરછ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ યુપીએ શાસન દરમિયાન એર ઈન્ડિયા માટે 111 વિમાન ખરીદવાના સોદા સંબંધિત આર્થિક અનિયમિતતાના સંદર્ભમાં પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની 6 કલાક જેટલી લબાણ પૂર્વકની પૂછપરછ કરી હતી. આ સોદો 70 હજાર કરોડનો હતો અને ઇડી આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.  ED દ્વારા કરોડો રૂપિયાના કથિત ઉડ્ડયન કૌભાંડ ઉપરાંત […]

Top Stories India
CHIDAMBARAM EDએ 70 હજાર કરોડનાં વિમાન સોદા મામલે પી.ચિદમ્બરમની 6 કલાક પૂછપરછ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ યુપીએ શાસન દરમિયાન એર ઈન્ડિયા માટે 111 વિમાન ખરીદવાના સોદા સંબંધિત આર્થિક અનિયમિતતાના સંદર્ભમાં પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની 6 કલાક જેટલી લબાણ પૂર્વકની પૂછપરછ કરી હતી. આ સોદો 70 હજાર કરોડનો હતો અને ઇડી આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. 

ED દ્વારા કરોડો રૂપિયાના કથિત ઉડ્ડયન કૌભાંડ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે એર સ્લોટ નક્કી કરવામાં અનિયમિતતાને કારણે એર ઇન્ડિયાને થયેલા નુકસાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, પી. ચિદમ્બરમે આ મામલે કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

અધિકારીઓએ કહ્યું કે, મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ પી. ચિદમ્બરમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. ઇડીએ અગાઉ ચિદમ્બરમની ઓગસ્ટ 2019 માં પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તે સીબીઆઈની કસ્ટડીમાં હતો. ચિદમ્બરમ ગત વર્ષે 4 ડિસેમ્બરે 106 દિવસ પછી તિહાર જેલમાંથી મુક્ત થયા હતા.

શું છે સમગ્ર મામલો ?

તત્કાલીન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ મંત્રી જૂથના વડા હતા, જેમણે 2009 માં વિમાનો ખરીદવાનું નક્કી કર્યું હતું. મૂળ પ્રસ્તાવ એર ઇન્ડિયા અને ભારતીય એરલાઇન્સ માટે 28 વિમાન ખરીદવાનો હતો, પરંતુ સરકારે એર ઇન્ડિયા માટે એરબસ 68 વિમાન અને ભારતીય વિમાનમથકો માટે 43 વિમાન ખરીદવાનું નક્કી કર્યું હતું.

કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (સીએજી) એ તેની નોંધમાં લખ્યું છે કે, જ્યારે એરલાઇન્સને ગંભીર મુશ્કેલી આવી રહી હતી, ત્યારે આ નિર્ણય નુકસાની તરફ દોરી જતો કહી શકાશે. સીબીઆઈ આ કેસમાં એરક્રાફ્ટ ખરીદી સિવાયના અન્ય ત્રણ પાસાંઓની પણ તપાસ કરી રહી છે. એર ઈન્ડિયા દ્વારા વિમાન ભાડે કોઈ પરામર્શ વિના લીઝ પર આપવું, જે માર્ગો પર નફો હતો તે માર્ગ ખાનગી એરલાઇન્સને આપવો, અને એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સને મર્જ કરવી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીબીઆઈએ કોર્પોરેટ લોબિસ્ટ દીપક તલવાર સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. સીબીઆઈનો દાવો છે કે ખાનગી એરલાઇન્સ માટે દીપક તલવારે પ્રોફિટ રૂટ્સ સરકારી એરલાઇન્સ પાસેથી મેળવવાની વાતચીતમાં વચેટિયાની ભૂમિકા નિભાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.