arrests/ EDએ ઝારખંડના CM હેમંત સોરેનના MLA પ્રતિનિધિની કરી ધરપકડ,એકાઉન્ટના 36 કરોડ કર્યા જપ્ત

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજકીય સહયોગી પંકજ મિશ્રાની અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ધરપકડ કરી હતી

Top Stories India
1 195 EDએ ઝારખંડના CM હેમંત સોરેનના MLA પ્રતિનિધિની કરી ધરપકડ,એકાઉન્ટના 36 કરોડ કર્યા જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજકીય સહયોગી પંકજ મિશ્રાની અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ધરપકડ કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી. તેઓએ જણાવ્યું હતું કે મિશ્રાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને દાવો કર્યો હતો કે તે પૂછપરછ દરમિયાન પ્રશ્નોના જવાબ આપવાનું ટાળતા હતા

મિશ્રાને બુધવારે રાંચીની કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે, જ્યાં ED તેની કસ્ટડીની વિનંતી કરશે. ઇડીએ ગયા અઠવાડિયે રાજ્યમાં મિશ્રા અને તેની સાથે સંકળાયેલી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, ઇડીએ મિશ્રા અને તેમના એક સહયોગી ડાહુ યાદવના 37 બેંક ખાતાઓમાં જમા કરાયેલા 11.88 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, EDએ 5.34 કરોડ રૂપિયાની “બેનામી” રોકડ પણ જપ્ત કરી હતી, જે રાજ્યમાં “ગેરકાયદેસર ખાણકામ” સાથે સંકળાયેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર ભષ્ટ્રાચાર વિરોધ અભિયાન હાથ ધર્યું છે,જે લોકો ગેરકાયદેસર સંપત્તિ ભેગી કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.