Big Scam/ દાની ડેટા એપ કૌભાંડ મામલે ગુજરાતમાં અમદાવાદ, કચ્છ અને નવસારીમાં EDના દરોડા

દાની ડેટા એપ કૌભાંડને લઈને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં EDએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. દાની ડેટા એપ કૌભાંડમાં એક ચીની નાગરિકની સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 23 દાની ડેટા એપ કૌભાંડ મામલે ગુજરાતમાં અમદાવાદ, કચ્છ અને નવસારીમાં EDના દરોડા

દાની ડેટા એપ કૌભાંડના તાર ગુજરાત સુધી નીકળતા તપાસનો દોર શરૂ થયો. દાની ડેટા એપ મામલે અમદાવાદ, કચ્છ, નવસારી સહિત 14 સ્થળો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી. વિભાગ દ્વારા સાયબર ક્રાઈમની FIRના આધારે તપાસ શરૂ કરવામાં આવી. પાલનપુરમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ અધિકારીઓએ દરોડામાં લેપટોપ, મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રીક સાધનો સહિત દસ્તાવેજ પણ જપ્ત કર્યા. જેની તપાસ થતા વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

મની લોન્ડરીંગ કેસમાં ઓનલાઈન ગેમિંગ દાની ડેટા એપ દ્વારા 1200થી વધુ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ એપનો સૂત્રધાર એક ચીની નાગરિક હોવાનું કહેવાય છે જેણે ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં જિલ્લામાં પોતાના એજન્ટ મૂકી એપ ચલાવતો હતો.

પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. દાની ડેટા રિટર્ન આપવાનો દાવો કરાતા લોકો વધુ જોડાયા હતા. અને જ્યારે એપના સૂત્રધારને પોતાની જોઈતી રકમ મળી જતા પ્લે સ્ટોર્સ પરથી એપ્લિકેશન હટાવી દીધી. ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન બંધ થતા અનેક લોકોએ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું. ક્રિકેટ પર સટ્ટો રમાતી આ એપ ડિસેમ્બર 2021માં શરૂ થઈ હતી અને જૂન 2022માં બંધ થઈ હતી.

તાજેતરમાં રાજ્યમાં ઇન્કમટેક્ષ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરતા દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદમાં ટોચના બ્રોક્રર અને બે બિલ્ડરગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા. જેનાબાદ દાની ડેટા એપ કૌભાંડને લઈને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં EDએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કહી શકાય કે અત્યારે તંત્ર દ્વારા દરોડા પાડી અને દલ્લો જપ્ત કરવા પર કામગીરી થઈ રહી છે. દાની ડેટા એપ કૌભાંડમાં એક ચીની નાગરિકની સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.