gay/ સમલૈગિક યુવક સાથે મિત્રતા કેળવી અઢી લાખ પડાવી લેવાની કોશિષ

પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

Gujarat Surat
Beginners guide to 2024 04 10T143417.963 સમલૈગિક યુવક સાથે મિત્રતા કેળવી અઢી લાખ પડાવી લેવાની કોશિષ

Gujarat News : સુરતના વરાછામાં એક સમલૈંગિક યુવકને ચેટ એપના નાધ્યમથી મિત્રતા કેળવીને તેને સંબંધ બાંધવા મજબુર કરીને અઢી લાખની છેતરપિંડી કરનારા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

આ બનાવની વિગત મુજબ વરાછા વિસ્તારમાં રહેતા સમલૈંગિક યુવક સાથે કેટલાક શખ્સોએ ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવી હતી. 4 એપ્રિલના રોજ બ્લુડ એન્ડ ડેટીંગ એપથી સમલૈંગિક યુવકને આ અજાણ્યા શખ્સો સાથે દોસ્તી થઈ હતી. આ અજાણ્યા શખ્સોએ પોતે સુરતના અમરોલીના રહેવાસી હોવાનું તથા કોલેજમાં ભણતા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહી પોતે સમલૈંગિક હોવાની વાત પણ કરી હતી.

આ શખ્સોએ યુવકને અમરોલી ખાતે સંબંધ બાંધવા માટે બોલાવીને તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં આ વિડીયોને આધારે ધમકી આપીને યુવકને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.

તેમણે યુવકને બ્લેકમેઈલ કરીને અઢી લાખ રૂપિયા પડવવાની કોશિષ પણ કરી હતી. વરાછા વિસ્તારમાં રહેતો અને ભોગ બનેલો 36 વર્ષીય આ યુવક આંગડીયા પેઢીમાં કામ કરે છે. તેના પરિવારમાં પત્ની અને બે માસના સંતાનનો સમાવેસ થાય છે.

આ અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને પગલે અમરોલી પોલીસે સુરેશ સખીયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આરોપીઓ આ પ્રકારે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવીને છેતરપિંડી કરી હોવાની શક્યતાને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Lok Sabha Election 2024/અમિત શાહ આજે બિહારમાં ગર્જના કરશે, ઔરંગાબાદમાં જનસભાને સંબોધશે

આ પણ વાંચો:Lok Sabha Election 2024/આજે PM મોદી MK સ્ટાલિનના ગઢમાં જનસભા સબોધશે, તમિલનાડુના વેલ્લોરમાં રેલી કરશે; મજબૂત સુરક્ષા વ્યવસ્થા

આ પણ વાંચો:Aarvind Kejriwal/‘જેલના પોતાના નિયમો છે…’, સંજય સિંહ અને ભગવંત માનને તિહારમાં કેજરીવાલને મળવા દેવાયા નહોતા