Not Set/ ઇકબાલ મિર્ચી કેસ/ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ઇડીનું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને સમન્સ પાઠવ્યા છે. ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી સાથે સંકળાયેલા કેસોમાં પૂછપરછ માટે ઇડીએ કુંદ્રાને 4 નવેમ્બરના રોજ તેમની ઓફિસમાં બોલાવ્યો છે. જોકે હજી સુધી ઉદ્યોગપતિ રાજ કુંદ્રા દ્વારાએ આ અંગે કઈ કહ્યું નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને અન્ડરવર્લ્ડ ડોન ઇકબાલ […]

Top Stories Entertainment
રાજ્કુન્દ્રા ઇકબાલ મિર્ચી કેસ/ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ઇડીનું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને સમન્સ પાઠવ્યા છે. ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી સાથે સંકળાયેલા કેસોમાં પૂછપરછ માટે ઇડીએ કુંદ્રાને 4 નવેમ્બરના રોજ તેમની ઓફિસમાં બોલાવ્યો છે. જોકે હજી સુધી ઉદ્યોગપતિ રાજ કુંદ્રા દ્વારાએ આ અંગે કઈ કહ્યું નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને અન્ડરવર્લ્ડ ડોન ઇકબાલ મિર્ચી સાથે જોડાયેલા કેસ સંદર્ભે 4 નવેમ્બરના રોજ સમન્સ પાઠવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇડીએ કુંદ્રાને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની નજીકના ઇકબાલ મિર્ચીની સંપત્તિના સોદાના સંદર્ભમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.

આશરે 225 કરોડ રૂપિયાના આ સોદામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા રણજિતસિંહ બિન્દ્રા અને કુંદ્રા વચ્ચે વ્યાપારીક સંબંધ હતો. અને બંને વચ્ચે સોદા પણ થયા હતા. હાલમાં રણજિતસિંહ બિન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે.

ઇડીએ તાજેતરમાં ઇકબાલ મિર્ચીની સંપત્તિના સોદાના મામલે રિંકુ દેશપાંડેને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. રિંકુને બનાવટી ભાડુતોની તરફેણમાં સોદાથી સંબંધિત ચેક મેળવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ઇડી દ્વારા મંગળવારે કરવામાં આવેલી આ બીજી અને ચોથી ધરપકડ હતી. બિન્દ્રાના નિવેદનના આધારે રિંકુની ધરપકડ કરવામાં આવી હતી. બિંદ્રાને આ સોદા માટે કરોડો રૂપિયા મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.