ચેતવણી/ ચીને તાઇવાન મુદ્દે જાપાન પર પરમાણું હુમલાની ધમકી આપી? એક ચેનલ પર ચેતવણી આપતો વીડિયો

આ વીડિયો સીપીસીની પરવાનગી સાથે એક ચેનલ પર ચલાવવામાં આવ્યો હતો. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, આપણે પહેલા અણુ બોમ્બનો ઉપયોગ કરીશું.

Top Stories
japan 1 ચીને તાઇવાન મુદ્દે જાપાન પર પરમાણું હુમલાની ધમકી આપી? એક ચેનલ પર ચેતવણી આપતો વીડિયો

ચીન વિશ્વને એક નવા સંકટમાં ધકેલી દેવાની તૈયારી કરી રહ્યું છે. બેઇજિંગે જાપાનને પરમાણુ હુમલો કરવાની ચેતવણી આપી છે જો તે તાઇવાન પર પોતાનો વલણ નહીં બદલશે તો.  ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા એક ચેનલ પર વીડિયો ચલાવવામાં આવ્યો હતો. જો કે, થોડા સમય બાદ  ડીલીટ કરી નાખવામાં આવ્યું હતું.તાઇવાન મુદ્દે ચીને જાપાન પર પરમાણુ હુમલો કરવાની ચીમકી આપી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી) એ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો જાપાન તાઇવાનને મદદ કરવામાં ભૂલ કરશે તો તેના પર અણુ બોમ્બથી હુમલો કરવામાં આવશે. જોકે બેઇજિંગ હંમેશાં તાઇવાનના મુદ્દા પર આક્રમક રહ્યું છે, પરંતુ આ રીતે પરમાણુ હુમલાની વાત કરશે તે  કદાચ પહેલીવાર  સામે આવ્યું છે.

એક અહેવાલ મુજબ, આ વિડિઓ સીપીસીની પરવાનગી સાથે એક ચેનલ પર ચલાવવામાં આવ્યો હતો. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, આપણે પહેલા અણુ બોમ્બનો ઉપયોગ કરીશું. અમે અણુ બોમ્બનો ઉપયોગ ચાલુ રાખીશું અને જ્યાં સુધી જાપાન બિનશરતી શરણાગતિ નહીં આપે ત્યાં સુધી ચાલુ રાખીશું. ન્યૂઝના હવાલાથી કહેવાયું છે કે ચાઇનીઝ પ્લેટફોર્મ ઝિગુઆ પર 2 મિલિયન વ્યૂ મળ્યા બાદ વીડિયોને ડિલીટ કરી નાખવામાં આવ્યો હતો, પરંતુ વીડિયોની કોપી યુટ્યુબ અને ટ્વિટર પર અપલોડ કરવામાં આવી છે.

ચીન તરફથી આ ધમકી એવા સમયે આવી છે જ્યારે જાપાને લગભગ બે અઠવાડિયા પહેલા તાઇવાનની સાર્વભૌમત્વની સુરક્ષા કરવાની વાત કરી હતી. જાપાનના નાયબ વડા પ્રધાન તારો એસોએ કહ્યું કે જાપાને તાઇવાનનું રક્ષણ કરવું જ જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, જો તાઇવાનમાં કોઈ મોટી ઘટના બને છે, તો જાપાનના અસ્તિત્વ સામે ખતરો છે. તેથી, આવી સ્થિતિમાં જાપાન અને અમેરિકાએ તાઇવાનના રક્ષણ માટે સાથે મળીને કામ કરવું પડશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને પણ એક નિવેદન આપ્યું છે. એક અહેવાલ મુજબ, લિજિયાએ કહ્યું છે કે જાપાનને તાઇવાનના મુદ્દા અંગેની વિચારસરણી બદલવી જોઈએ. તેમણે વધુમાં  કહ્યું કે અમે ફરી એક વખત જાપાનને તાઈવાનના મુદ્દે પોતાની વિચારસરણી બદલવા આગ્રહ કરીએ છીએ. પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવવા આ જરૂરી છે. જાપને ચીનની સાર્વભૌમત્વ અને અખંડિતતા પ્રત્યે આદર બતાવવો જોઈએ. ઝાઓ લિજિયાને એમ પણ કહ્યું હતું કે તાઇવાન અમારો ભાગ છે અને તે સંપૂર્ણપણે ચીનની આંતરિક બાબત છે.