Not Set/ રાજ્યમાં લેવાનારી ધો.12 વિ.પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા રખાઈ મોકૂફ

આ દિશામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વધી રહેલા કોરોના સંક્રમણને લઈને 12 સાયન્સની પ્રેકિટકલ એક્ઝામને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે સરકારે આજથી ધો.12 વિ.પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા મોકૂફ રાખી છે.

Top Stories Gujarat Others
A 330 રાજ્યમાં લેવાનારી ધો.12 વિ.પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા રખાઈ મોકૂફ

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણમાં થઇ રહેલો વધારો યથાવત છે અને હજી પણ કોરોનાના કેસોમાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં હાલમાં સ્થિતિ એ છે કે, જ્યાં દરરોજ રાજ્યમાં ૨૨૦૦ જેટલા કોરોનાના કેસો આવી રહ્યા છે, ત્યારે આ સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા જરૂરી સખ્ત પગલા લેવામાં આવી રહ્યા છે.

આ દિશામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વધી રહેલા કોરોના સંક્રમણને લઈને 12 સાયન્સની પ્રેકિટકલ એક્ઝામને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે સરકારે આજથી ધો.12 વિ.પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા મોકૂફ રાખી છે.

આ પણ વાંચો :IIM અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 70 લોકો થયા સંક્રમિત

રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા સહિતના કુલ આઠ મહાનગરોમાં આ પ્રેકટિકલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને કોરોના કેસ વધતાં શિક્ષણ બોર્ડનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ આઠ મહાનગરો સિવાયના રાજ્યના અન્ય તમામ કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા કુલ 189 પરીક્ષા કેન્દ્ર ઉપરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારબાદ હવે આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે.

આ પણ વાંચો :હાર્ટસર્જરીમાં વપરાતા સ્ટેન્ટનું મોટું ઉત્પાદક છે સુરત, દેશ અને વિદેશમાં પણ છે બોલબાલા

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, 2252 નવા કેસ, 8 દર્દીનાં મોત, સુરતમાં કલમ 144 લાગુ