Not Set/ સચિવાલયનો કર્મચારી 10 મિનિટ પણ ફરજ પર મોડો પડશે તો અડધી રજા ગણવામાં આવશે

રાજય સરકાર દ્વારા ગાંધીનગર  સચિવાલયના કર્મચારીઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે.  જે અંતર્ગત જો હવે કર્મચારી  જો સચિવાલયમાં 10 મિનિટ મોડા  આવશે તો તેમની  અડધી રજા ગણાશે.   .સચિવાલયમાં  કર્મચારીઓ અનેક વખત મોડા આવતા હોવીની ફરિયાદો આવી છે . આ ઉપરાંત  કર્મચારીઓને  સ્વાઇપ કાર્ડમાંથી મુક્તિ આપતા તેમનો ફાયદો કર્મચારીઓ ઉઠાવતા હતા . જેથી  હવે જે કર્મચારી […]

Gujarat Others
Untitled 251 સચિવાલયનો કર્મચારી 10 મિનિટ પણ ફરજ પર મોડો પડશે તો અડધી રજા ગણવામાં આવશે

રાજય સરકાર દ્વારા ગાંધીનગર  સચિવાલયના કર્મચારીઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે.  જે અંતર્ગત જો હવે કર્મચારી  જો સચિવાલયમાં 10 મિનિટ મોડા  આવશે તો તેમની  અડધી રજા ગણાશે.   .સચિવાલયમાં  કર્મચારીઓ અનેક વખત મોડા આવતા હોવીની ફરિયાદો આવી છે . આ ઉપરાંત  કર્મચારીઓને  સ્વાઇપ કાર્ડમાંથી મુક્તિ આપતા તેમનો ફાયદો કર્મચારીઓ ઉઠાવતા હતા .

જેથી  હવે જે કર્મચારી સચિવાલયમાં 10.40 બાદ આવશે તો તેમને  6 વાગ્યા સુધી રહેવું પડશે. આ ઉપરાંત જો  મોડા આવવા અને વહેલા જવા માટે ઉપરી અધિકારીને જાણ કરવી પડશે. ઉપલા અધિકારીની પૂર્વ મંજૂરી મેળવી જ વહેલા મોડા જઇ આવી શકાશે.

અમુક  કર્મચારીઓ કોઇને કોઇ બહાને વધારે સમય મોડા આવતા હતા. જેના કારણે કામગીરી પર અસર થતી હતી.આ ઉપરાંત  સચિવાલયમાં બધા વિભાગો છે  એકબીજા સાથે સંકળાયેલા હોય છે. ત્યારે કર્મી જો મોડા આવે તો તેની અસર અન્ય વિભાગના કામ પર પણ પડતી હતી.

ત્યારે હાલ સરકાર કોરોના પછી એક્ટિવ બની છે. અને સરકારની એક્ટિવનેસ સામે કર્મચારીઓની શિથિલતા નુકસાનકારક બની રહી હતી. દોઢ વર્ષથી ઘણા કામ પેન્ડિંગ છે તે પુરા કરવા પણ જરૂરી છે. ત્યારે કર્મચારી એક્ટિવ રહે તો સરકારની એક્ટિવિટી દેખાય જેને લઇ આ મહત્વનો નિર્ણય લેવાયો છે.