Not Set/ મહારાષ્ટ્રમાં ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે થયું પ્રથમ મોત

શુક્રવારે મહારાષ્ટ્રના કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનાં લીધે પ્રથમ વ્યક્તિનું અવસાન થયું હતું. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આની પુષ્ટિ કરી છે.

India Trending
a 234 મહારાષ્ટ્રમાં ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે થયું પ્રથમ મોત

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાનાં નવા ડેલ્ટા પ્લસના વેરિએન્ટથી સંક્રમિત એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મોતનો આ પહેલો કેસ છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રત્નાનીગિરિનાં સંગમેશ્વર વિસ્તારમાં એક 80 વર્ષિય વૃદ્ધાનું મોત નીપજ્યું છે. વૃદ્ધાને અન્ય રોગો પણ હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના આ નવા પ્રકારનાં 21 કેસ નોંધાયા છે. તેમાંથી એકનું મોત નીપજ્યું. રાજ્યમાં હવે આ નવા વેરિએન્ટના 20 કેસ બાકી છે. આ તમામ દર્દીઓની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ટ્વિટરે એક કલાક માટે બ્લોક કર્યું હતું મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ,વાંધો ઉઠાવતા ફરી કર્યા એક્ટિવ

આ પણ વાંચો :અમેરિકા અને બ્રિટનની જેમ ભારતમાં પણ સગર્ભાઓને કોરોના રસી લેવાનો માર્ગ થશે મોકળો

દેશભરમાં ડેલ્ટા પ્લસના 48 કેસ

ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ચેપ લાગવાના 48 કેસ મળી આવ્યા છે. મધ્યપ્રદેશમાં આ પ્રકારનાં ઓછામાં ઓછા સાત નવા કેસ જોવા મળ્યાં હતાં, જેમાંથી દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. ડોકટરો કહે છે કે મૃત્યુ પામેલા દર્દીઓને રસી આપવામાં આવી નહોતી. જ્યારે ત્રણ દર્દીઓ જેમણે રસીનો એક કે બે ડોઝ અગાઉ મેળવ્યો છે, તે સ્વસ્થ થઈ ગયા છે અને હોમ આઈસોલેટમાં કોઇપણ જાતની મુશ્કેલીઓ કર્યા વગર રાખવામાં આવ્યા છે. ડોક્ટરો કહે છે કે અન્ય બે દર્દીઓની પણ રસી આપવામાં આવી ન હતી, તેઓ પણ ચેપથી મુક્ત થયા છે. ગયા મહિને આ તમામ સાત દર્દીઓ પોઝીટીવ જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો :ફુડશાખા દ્વારા ખાદ્યચીજના કુલ ૮ નમુના લેવાયા,આઇસ્ક્રીમના ૨ નમુના નાપાસ

શું છે ડેલ્ટા પ્લસના લક્ષણો?

ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સામાન્ય લક્ષણોમાં, સુકી ખાંસી, તાવ અને થાક લાગે છે, ત્યાં જ તેના ગંભીર લક્ષ્ણોની વાત કરીએ તો તેમાં છાતીમાં દુખાવો, શ્વાસ ફુલવો અથવા શ્વાલ લેવામાં તકલીફ અને વાત કરવામાં તરલીફ થઈ શકે છે. WHOના સ્વાસ્થ્ય અધિકારીઓએ અમુક સામાન્ય લક્ષણો જણાવ્યા છે જેમાં ત્વચા પર ચાઠા પગની આંગળીઓના રંગમાં ફેરફાર થવો ગળોમાં ખીચખીચ, સ્વાદ અને ગંધ ન આવવી, દસ્ત અને માથાનો દુખાવો સામેલ છે.

આ પણ વાંચો :25 જુન, 1975ના રોજ લગાવાઈ હતી ઈમરજન્સી, જાણો ઇન્દિરા ગાંધીના નિર્ણય પાછળ’નું શું હતું કારણ

વિશ્વના 85 જેટલા દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસ જોવા મળ્યા

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લઇ વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વના 85 જેટલા દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે. ત્યારે ભારતમાં અત્યાર સુધી 40 જેટલા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ સામે આવી ચૂક્યા છે. વિશેષજ્ઞોએ ડેલ્ટા વેરિઅન્ટને લઇ કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટના સંક્રમણ સામે વેક્સિન પણ બેઅસર થઇ શકે છે. કારણ કે ડેલ્ટા વેરિઅન્ટ અન્ય વાયરસથી વધુ ઘાતક છે. કોરોનાનો આલ્ફા વેરિઅન્ટ 170 દેશમાં, બીટા 119 દેશમાં ફેલાઇ ચૂક્યો છે. જ્યારે કોરોનાનો ગામા વેરિઅન્ટ 71 અને ડેલ્ટા વેરિઅન્ટ 85 દેશમાં ફેલાયો છે. કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપી ફેલાઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ બે સપ્તાહમાં 11 દેશમાં ફેલાઇ ચૂક્યો છે. જેને લઇ WHO ડેલ્ટા વેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે.