NEET exam/ NEET કૌભાંડ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇએ આપી પ્રતિક્રીયા ‘કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં’

NEETની પરીક્ષામાં પેપર લીક કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે હવે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 09T155433.584 NEET કૌભાંડ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇએ આપી પ્રતિક્રીયા 'કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં'

સુરત : NEETની પરીક્ષામાં પેપર લીક કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે હવે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઇએ આપી પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે ‘કોઈ ને છોડવામાં આવશે નહીં’. મેડિકલમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ અતિ મહત્વની પરીક્ષા છે. જે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. આ મામલે જેની જવાબદારી હતી તેણે જ ગેરરીતિ કરવાનો પ્રયાસ કરાયો છે.

NEET પરીક્ષામાં કલેકટરની સજાગતાથી NEET પરીક્ષા ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટની ચેટથી સમગ્ર હકીકત સામે આવી. આ મામલે જય જલારામ શાળાના તુષાર ભટ્ટ અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયા આપી પેપર આપ્યા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મજુબ 6 વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયામાં પેપર આપ્યાનું સામે આવતા રાજ્યમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે.

શિક્ષણમંત્રીએ NEET પરીક્ષાનો પર્દાફાશ કરનાર કલેક્ટરનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે કલેકટરેની જાગૃતા ને હું અભિનંદન પાઠવું છું. જણાવી દઈએ કે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં જિલ્લા કલેકટરનો મહત્વની કામગીરી છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ₹7,00,000 રોકડા મળી આવ્યા હતા. પરીક્ષા કૌભાંડ મામલે સંબંધિત શખ્સ વિરુદ્ધ FIR કરવામાં આવી છે. રાજ્યમાં નીટ પરીક્ષાના કૌભાંડનો પર્દાફાશ થતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી છે. નેતાએ જણાવ્યું કે જો ખરેખર આ બાબત સાચી હોય તો હોંશિયાર અને મહેનતુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોય તેવું કહી શકાય.

જ્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પેપરલીક કૌભાંડીઓને કઈ કલમ હેઠળ સજા થઈ શકે તે જણાવ્યું છે.  કૌભાંડ મામલે શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. બંને નેતાઓએ કલેકટરની કામગીરીની પ્રશંસા કરી.

કોંગ્રેસ પ્રવકતા મનોજ દોશીએ કહ્યું છે કે સરકાર ફક્ત દાવા કરે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહિ પરંતુ ધનિકો અને આવી શાળા તેમજ તંત્રના કર્મચારીની મિલીભગતના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. આ પહેલા પણ પેપર લીક કૌભાંડની ઘટનાઓ બની છે છતાં સરકારે કોઈ એવી કાર્યવાહી કરી નથી.

નોંધનીય છે કે NEETના પેપર લીક કૌભાંડમાં જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાની રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ત્રણેય સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર મામલાની કલમો હેઠળ ફરિયાદી નોંધી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં અન્યોની ડોવણી હોવા મામલાની પણ પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….