Not Set/ એક યે હૈ…ઔર…એક વો થા…! બે પોલીસ કર્મીનાં વીડિયો થયા વાઇરલ, જુઓ તમે પણ તમારો નજરીયો બદલાવવા થઇ જશો મજબૂર

#જુઓ આ વીડિયો અને તમે જ નક્કી કરો કે પોલીસ વિશેની માન્યતાઓ જે આપણા મનમાં ઘર કરી ગઇ છે તે કેટલી સારી અને કેટલી ખોટી છે. અહીં સામેલ બે વીડિયોમાં પોલીસની છબિતો સાદર્શ થાય જ છે, પરંતુ સાથે સાથે અમુક સામાન્ય કહેવાતા અસામાન્ય નાગરીકોની માનસીકતા પણ છતી થાય છે….. બાકીની વાતો પછી પહેલા જુઓ આ […]

Top Stories Trending
police એક યે હૈ...ઔર...એક વો થા...! બે પોલીસ કર્મીનાં વીડિયો થયા વાઇરલ, જુઓ તમે પણ તમારો નજરીયો બદલાવવા થઇ જશો મજબૂર

#જુઓ આ વીડિયો અને તમે જ નક્કી કરો કે પોલીસ વિશેની માન્યતાઓ જે આપણા મનમાં ઘર કરી ગઇ છે તે કેટલી સારી અને કેટલી ખોટી છે. અહીં સામેલ બે વીડિયોમાં પોલીસની છબિતો સાદર્શ થાય જ છે, પરંતુ સાથે સાથે અમુક સામાન્ય કહેવાતા અસામાન્ય નાગરીકોની માનસીકતા પણ છતી થાય છે…..

બાકીની વાતો પછી પહેલા જુઓ આ વીડિયો અને…..

હૈદરાબાદ ટ્રાફિક પોલીસ કર્મચારી જેનું નામ છે, જી.બાબજી…. રોડ પર દોડતા નજર આવી રહ્યા છે. આ પોલીસ કર્મી રોડ પર અને તે પણ ટ્રાફિકથી ચક્કજામ રોડ પર લગભગ એક કિલોમીટર કરતા પણ વધુ એક ગાડીની આગળ આગળ ગાડીની સ્પિડે દોડીને કઇંક કરી રહ્યો છે. સવાલ થાય છે ને કે કેમ આ પોલીસ કર્મી દોડતા હશે અને તે પણ ટ્રાફિકમાં ગાડીની આગળ….ના જી નહીં…કોઇ ગાડીને રોકીને દંડ વસુલવા માટે નહીં, પરંતુ પોતાની ફરજ બજાવી કોઇનો જીવ બચાવવા માટે આ પોલીસ કર્મી ટ્રાફિકથી ચક્કજામ રોડ પર લગભગ એક કિલોમીટર કરતા પણ વધુ એક ગાડીની આગળ આગળ ગાડીની સ્પિડે દોડ્યા હતા. આ ગાડી કોઇ સામાન્ય ગાડી નહીં પરંતુ એમ્બ્યુલન્સ છે. અને આ ઘટના   ગઈકાલની જ છે. હૈદરાબાદમાં પીક ટ્રાફિક કલાકો દરમિયાન દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ માટે ટ્રાફિક સાફ કરવા માટે ટ્રાફિક પોલીસનાં આ કર્મી એક કિલોમીટરથી વધુ દોડ્યા હતા. અને એમ્બ્યુલન્સને રસ્તો કરી આપી પોતાની ફરજ નિષ્ઠા સાબિત કરી હતી…કરવી પડેને સેલ્યુટ આ પોલીસને ???

હવે જુઓ આ વીડિયો આ પણ એક પોલીસ વાળાનો જ વીડિયો છે…. 

પૂણેનાં પિમ્પરી-ચિંચવાડમાં એક વાહન વ્યવહાર પોલીસ કર્મચારી એટલે કે એક ટ્રાફિક પોલીસ કારના બોનેટ પર સવારી કરી રહ્યા છે, જી ના, ભાઇ આવી સવારી કરવાનો કોઇને શોખ ન હોય, આ તો મજબુરી છે અને તેનુ કારણ છે કે સામાન્ય કહેવાતા નાગરીકની અવળ ચંડાઇ….ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનાં ભંગ બદલ આ વાહન ચાલકને રોકવાની કોશિશ કરવામાં આવી અને અવળચંડાઇ ચાથે આ વાહન ચાલકે પોલીસને કારની હડફેટે લેવીની સ્થિતિ સર્જી, પોલીસ કર્મી કારનાં બોનેટની બરોબર સામે હતા, ત્યારે જ કોર ચાલકે કાર હંકારી કાઢતા…પોલીસ કર્મીએ ફરજીયાત કારનાં બોનેટ પર લાંબી ડ્રાઇવની મજા માણવી પડી હતી. જો કે આખરે આ વાહનને રોકવામાં આવ્યું અને કારના ચાલકની ધરપકડ કરવામાં આવી છે.