Not Set/ #Election : જૂનાગઢ મનપાની ચૂંટણીમાં જોવા મળશે ત્રિપાંખીયો જંગ

21 જુલાઈએ જૂનાગઢ મનપાનો ચૂંટણી જંગ ખેલાવાનો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને એનસીપી એમ ત્રણે પક્ષોએ આ ચૂંટણી માટે પોત-પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મનપા પર સત્તા હાંસલ કરવા માટે ત્રણેય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જૂનાગઢમાં કુલ 2,38,024 મતદારો મતદાન કરશે. તો આ ચૂંટણીનું પરિણામ 23 જુલાઈના રોજ આવશે. આપને જણાવી દઈએ કે  […]

Top Stories Gujarat Others Politics
pjimage 1 2 #Election : જૂનાગઢ મનપાની ચૂંટણીમાં જોવા મળશે ત્રિપાંખીયો જંગ

21 જુલાઈએ જૂનાગઢ મનપાનો ચૂંટણી જંગ ખેલાવાનો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને એનસીપી એમ ત્રણે પક્ષોએ આ ચૂંટણી માટે પોત-પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મનપા પર સત્તા હાંસલ કરવા માટે ત્રણેય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

જૂનાગઢમાં કુલ 2,38,024 મતદારો મતદાન કરશે. તો આ ચૂંટણીનું પરિણામ 23 જુલાઈના રોજ આવશે. આપને જણાવી દઈએ કે  જૂનાગઢ મનપાનું અસ્તિત્વ વર્ષ 2002માં આવ્યું હતું. પ્રથમ બે વર્ષ વહિવટી શાસન રહ્યું હતું. બાદમાં જૂનાગઢ મનપાની પ્રથમ સામાન્ય ચૂંટણી 2004માં યોજાઇ હતી. જૂનાગઢ મનપાની આ ચોથી ચૂંટણી યોજાવા જઈ રહી છે.

આમતો અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ એમ બે જ પક્ષો ચૂંટણી જંગમાં જોવા મળતા, પરંતુ આ વખતે ત્રિપાંખીયો જંગની જોવા મળે તેવી શક્યતા જોવામા આવી રહી છે. હાલની ચૂંટણીમાં એનસીપી પણ મેદાનમાં આવી ગઇ છે. અને શંકરસિંહ વાધેલાનાં નેતૃત્વમાં એનસીપી દ્રારા ચૂંટણી મેદાનમાં આવવાથી રાજકીય વાતાવરણમા ગરમાવો જોવા મળી રહ્યો છે.

ભાજપ અને કોંગ્રેસ દ્રારા જૂનાગઢ મનપાને જીતવા માટે તેમામ પ્રકારની તાકાત લગાવી દેવામા આવી હોય તેમ પૂર્વ ઘારાસભ્યો, સાસદ, કોર્પોરેટરો, દિગ્ગજ ગણાતા નેતા તમામ ચૂંટણી જંગમાં જંપલાવી ચૂક્યા છે. તો સાથે સાથે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા જ્યારે એનસીપીને આ ચૂંટણીમાં માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે જંગ લોઢાનાં ચણા ચાવવા જેવો રહેશે તે નક્કી છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.