Election/ ફેબ્રુઆરીમાં રાજકોટ સહિત આ 6 મહાપાલિકાઓની યોજાશે ચૂંટણી

કોરોના કહેરની વચ્ચે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતની મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.કોરોનાનાં કારણે ત્રણ મહિના સુધી ચૂંટણી મુલતવી રાખવાની મહાનગરપાલિકાને ફરજ પડી હતી.

Rajkot Gujarat Assembly Election 2022
a 55 ફેબ્રુઆરીમાં રાજકોટ સહિત આ 6 મહાપાલિકાઓની યોજાશે ચૂંટણી

કોરોના કહેરની વચ્ચે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતની મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.કોરોનાનાં કારણે ત્રણ મહિના સુધી ચૂંટણી મુલતવી રાખવાની મહાનગરપાલિકાને ફરજ પડી હતી. હવે રાજકોટ સહિત છ મહાપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શક્યતા છે. ૫૫ ટકા 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે. આ ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : પત્રકારો માટે મોટા અને મહત્વનાં સમાચારા, સરકાર દ્વારા પત્રકાર સંદર્ભે લેવાયો મોટો નિર્ણય

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાની હાલની ચૂંટાયેલી પાંખની મુદત 14 ડિસેમ્બરે પૂરી થઇ રહી હોવાના કારણે તેમાં નવા વહીવટદારોની નિમણૂંક માટે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.કોરોના ની રસી ટૂંકમાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે તેની વચ્ચે ચૂંટણી પંચે ફેબ્રુઆરીમાં કોવિડ પ્રોટોકોલ સાથે ચૂંટણી યોજવાનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો :ખેડૂત આંદોલનનો 10મો દિવસ, ભારત બંધનાં એલાનની આપી ચીમકી

આગામી દિવસોમાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાય તો પ્રોટોકોલ પ્રમાણે આયોજન યથાયોગ્ય રીતે થઈ રહે તે માટે તમામ ચૂંટણી મથકો પર થર્મલગન, હેન્ડ સેનિટાઈઝર, લિક્વિડ સોપ પીટીસી કીટ જેવી ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તંત્રને પત્ર દ્વારા જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ માટે આયોગે જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટર તેમજ છ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પત્ર લખીને ચૂંટણીના આયોજન સંબંધિત તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે જણાવ્યું છે.

આ પણ વાંચો :ગોજારો અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો કમકમાટી ભર્યા મોત, બે ઇજાગ્રસ્ત

મહાનગર પાલિકાના સૂત્રો જણાવી રહ્યા છે કે રાજકોટ મહાનગર પાલિકાની મુદત 14 ડિસેમ્બરે પૂરી થઈ રહી હોય ચૂંટણી ન થાય તો વહીવટદારની નિમણૂક કરવી અથવા તો હાલની આંખની કામગીરીની મુદત લંબાવવા વી પડે તેવા મુદ્દા પર પણ વિચારણા થઈ રહી છે. પરંતુ આ બે શક્યતાઓમાં નવા વહીવટદારની નિમણૂક થાય તેવી શક્યતા વધારે છે.પરંતુ ચૂંટણી પ્રક્રિયા કોરોનાની ગાઇડ લાઇનને અનુસરીને જ જોવામાં આવે તે પ્રકારની જ રહેશે તે વિષે કોઈ શંકા નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…