શૈક્ષણિક/ પ્રાથમિક શાળાના શિક્ષકોને મળશે 4200 પે ગ્રેડ, લાંબી લડત બાદ સુખદ અંત

લાંબા સમયથી ગ્રેડ પે ની માગણીઓ માટે લડત ચલાવી રહેલા પ્રાથમિક શાળાના હજારો શિક્ષકો માટે સારા સમાચાર છે, કારણ કે તેઓની લાંબી લડત બાદ સરકાર તેમના પર મહેરબાન થઇ છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની 4200 ગ્રેડ પેની

Top Stories Gujarat
teacher પ્રાથમિક શાળાના શિક્ષકોને મળશે 4200 પે ગ્રેડ, લાંબી લડત બાદ સુખદ અંત

લાંબા સમયથી ગ્રેડ પે ની માગણીઓ માટે લડત ચલાવી રહેલા પ્રાથમિક શાળાના હજારો શિક્ષકો માટે સારા સમાચાર છે, કારણ કે તેઓની લાંબી લડત બાદ સરકાર તેમના પર મહેરબાન થઇ છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની 4200 ગ્રેડ પેની માંગણીઓ અને મુખ્ય શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાનો માર્ગ મોકળો બની ગયો છે.શિક્ષકોને પગારમાં માસિક રૂપિયા 1500 ફાયદો થશે અને તેનો લાભ 65,00 જેટલા શિક્ષકોને મળશે

Teacher who Got Reading Back in Vogue- The New Indian Express

શિક્ષણ વિભાગે 17મી માર્ચે આ અંગે એક ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. ઠરાવમાં જણાવાયુ છે કે, પ્રાથમિક શિક્ષણ સંવર્ગ મુખ્ય શિક્ષણ સંવર્ગની કેડર હોવાથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મુખ્ય શિક્ષકનું ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર થાય છે. પ્રાથમિક શાળાના વર્ષ 2020 પછી ભરતી થયેલા શિક્ષકોનો અને મુખ્ય શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણનો વિવાદ વકર્યો હતો. જે આ ઠરાવથી નિકાલ કરાયો છે.મુખ્ય શિક્ષકને શૈક્ષણિક સંવર્ગ ગણવામાં આવ્યા છે.

Gujarat Government rejects applications from teachers on contract, kicks up a controversy

આ એકાકી સંવર્ગ હોવાથી પ્રાથમિક શિક્ષકો માટે મુખ્ય શિક્ષક બાદ ફરજિયાત બઢતી માટે કોઈ જગ્યા ન હોઈ, તેઓને નાણા વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલી અનસૂચિત મુજબ દ્વિતીય અને તૃતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર થાય છે.2019માં આવેલા પરિપત્રમાં 4200 માંથી 2800 કરાયો હતો. જેથી શિક્ષકો મેદાને આવ્યા હતા અને લાંબી લડત ચાલવી હતી. જોકે હવે નવા ઠરાવથી જોકે, હવે રાજ્યની રૂપાણી સરકાર શિક્ષકોની માંગણી સંતોષવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.

Gujarat spent only 3.3% of GSDP on education during 2007-08 to 2013-14: Study - The Hindu BusinessLine

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…