Not Set/ ‘મારો આદર્શ નથુરામ ગોડસે’ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાતા વિવાદ,અધિકારી સસ્પેન્ડ

ગાંધીના ગુજરાતમાં વલસાડની એક ખાનગી સ્કૂલમાં નથુરામ ગોડસેને આદર્શ બનાવવાની કોશિશ થતા આખો મામલો ગરમાયો છે

Top Stories Gujarat
19 1 'મારો આદર્શ નથુરામ ગોડસે' વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાતા વિવાદ,અધિકારી સસ્પેન્ડ

દેશમાં નાથુરામ ગોડસેની વિચારધારા હવે વેગવંતી બની છે ,ભારતમાં ઘણાબધા લોકો ગોડસેને આર્દશ માને છે,અને આ વિચારધારા છેલ્લા એક વર્ષમાં ખુબ ફેલી છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં વલસાડની એક ખાનગી સ્કૂલમાં નથુરામ ગોડસેને આદર્શ બનાવવાની કોશિશ થતા આખો મામલો ગરમાયો છે. સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો વિષય ‘મારો આદર્શ નથુરામ ગોડસે’ રાખવામાં આવ્યો હતો,

આમ ગુજરાતમાં ગોડસેને હીરો તરીકે ચિતરવા માટે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ આયોજનમાં ભાગ લેનારી બાળકીને વિજેતા પણ બનાવવામાં આવી છે. જોકે, હવે આ મામલો વધારે ચર્ચાતા તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ મામલે એક્શન લઈને જિલ્લા યુવા રમત-ગમત અધિકારી મિતા ગવલીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિષય માટેની પસંદગીની જવાબદારી સ્થાનિક રમત-ગમત અધિકારીની હતી જેના આધારે મિતા ગવલી સામે પગલા ભરવામાં આવ્યા છે.

મળતી વિગતો પ્રમાણે વલસાડના તિથલ રોડ પર આવેલી કુસુમ વિદ્યાલયમાં સ્કૂલમાં સરકારી કચેરી તરફથી નક્કી કરવામાં આવેલા વિષયના આધારે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ મામલે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી ચર્ચાઓ ઉઠતા સરકાર એક્શનમાં આવી છે. આ ઘટના સોમવારે બની હતી અને તેના બે દિવસ બાદ મીડિયામાં વિગતો આવતા જવાબદાર સામે પગલા ભરવામાં આવી રહ્યા છે.

વલસાડની કુસુમ વિદ્યાલયમાં જિલ્લાકક્ષાની બાળપ્રતિભા સ્પર્ધા અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નથુરામ ગોડસે’ વિષયને લઈને હોબાળો થયો છે. આ સિવાય અન્ય બે વિષય ‘મને તો આકાશમાં ઉડતું પક્ષી જ ગમે’ અને ‘વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં’ પણ પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, આ સ્પર્ધામાં ભાગ લેવાની અને પ્રથમ ઈનામ જીતનારી વિદ્યાર્થિનીએ ગોડસેને હીરો ચિતરવા બદલ પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે