કટોકટી/ શ્રીલંકામાં કલાકો સુધી ઇંધણ માટે લાઇનમાં ઉભા રહેવાથી 2 લોકોના મોત, પેપરના અભાવે પરીક્ષા રદ!

શ્રીલંકાના બે અલગ-અલગ ભાગોમાં પેટ્રોલ અને કેરોસીન મેળવવા માટે બે લોકો લાઇનમાં ઊભા હતા. આ દરમિયાન બે વ્યક્તિ બેભાન થઇ હતી. અને તેમનું મોત નીપજ્યું.

Top Stories World
Untitled 48 શ્રીલંકામાં કલાકો સુધી ઇંધણ માટે લાઇનમાં ઉભા રહેવાથી 2 લોકોના મોત, પેપરના અભાવે પરીક્ષા રદ!
  • બંને વૃદ્ધો ઈંધણ લેવા લાઈનમાં ઉભા હતા, શ્રીલંકામાં વધતી મોંઘવારીથી જનતા પરેશાન

હાલમાં શ્રીલંકા ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશ પરનું દેવું સતત વધી રહ્યું છે અને તેમાંથી બહાર નીકળવાનો હાલ કોઈ રસ્તો દેખાતો નથી. કથળતી આર્થિક સ્થિતિને કારણે શ્રીલંકામાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે, જેની અસર હવે સામાન્ય માણસ પર પડી રહી છે.

વાસ્તવમાં, શ્રીલંકામાં વધતી મોંઘવારીથી લોકો પરેશાન છે. રોઇટર્સના અહેવાલ મુજબ, રવિવારે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ બે લોકોના મોત થયા હતા. શ્રીલંકન પોલીસના જણાવ્યા અનુસાર, દરરોજ વધતી કિંમતોથી પરેશાન લોકો ઇંધણ ખરીદીને તેનો સંગ્રહ કરી રહ્યા છે. દરમિયાન, રવિવારે શ્રીલંકાના બે અલગ-અલગ વિસ્તારોમાં ઈંધણની રાહ જોઈને ઉભેલા બે લોકોના મોત થયા હતા.

કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને મોત

કોલંબોમાં પોલીસ પ્રવક્તા નલિન થલડુવાએ જણાવ્યું હતું કે બંને મૃતકો વૃદ્ધ હતા, જેમની ઉંમર 70 વર્ષથી વધુ હતી. બંને લોકો અલગ-અલગ જગ્યાએ પેટ્રોલ અને કેરોસીન લેવા માટે લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન તે બેભાન થઈ ગયા હતા. અને તેમનું મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, શ્રીલંકામાં કેટલાક કલાકો સુધી સતત પાવર કટ છે. જેના કારણે લોકો કલાકો સુધી પંપ પર કતાર લગાવીને ઈંધણ લઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામનાર પ્રથમ વ્યક્તિ 70 વર્ષીય થ્રી-વ્હીલર ડ્રાઇવર હતો, જે ડાયાબિટીસ અને હૃદયના દર્દી હતો, જ્યારે બીજો વ્યક્તિ 72 વર્ષનો હતો. બંને ઈંધણ માટે લગભગ 4 કલાક સુધી લાઈનમાં રાહ જોઈ રહ્યા હતા.

પેટ્રોલિયમ જનરલ એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ અશોક રણવાલાએ જણાવ્યું હતું કે રવિવારે દેશમાં ક્રૂડ ઓઈલનો સ્ટોક ખતમ થઈ જતાં તેની એકમાત્ર ઈંધણ રિફાઈનરી પણ બંધ થઈ ગઈ છે.

એલપીજીના ભાવમાં વધારો

વાસ્તવમાં એલપીજીના ભાવમાં ભારે વધારા બાદ કેરોસીન ઓછી આવક ધરાવતા પરિવારો માટે એકમાત્ર આધાર બની ગયું છે અને તેના કારણે કેરોસીનની માંગ વધી છે. શ્રીલંકામાં એલપીજીના બીજા સૌથી મોટા સપ્લાયર Laugfs ગેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 12.5 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં $4.94 (1,359 રૂપિયા)નો વધારો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, શ્રીલંકા જાન્યુઆરીથી ફ્યુઅલ શિપમેન્ટ પેમેન્ટ કટોકટીનો સામનો કરી રહ્યું છે. ફેબ્રુઆરીમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 2.31 અબજ ડોલર થયું હતું. શ્રીલંકાનો ફુગાવો ગયા મહિને 15.1 ટકાએ પહોંચ્યો હતો, જે એશિયામાં સૌથી વધુ હતો. તે જ સમયે, ખાદ્ય ફુગાવો વધીને 25.7 ટકા થયો હતો.

ફુગાવાના કારણે, શનિવારે 400 ગ્રામ દૂધના પાવડરની કિંમતમાં રૂ. 250 ($ 0.90)નો વધારો થયો, જેના કારણે રેસ્ટોરન્ટ માલિકોને દૂધની ચાના કપના ભાવમાં રૂ. 100 સુધીનો વધારો કરવાની ફરજ પડી.

પેપર ન મળવાને કારણે પરીક્ષા રદ્દ

એટલું જ નહીં દેશમાં કાગળ ખરીદવા માટે ડોલર નથી. પેપર ન ખરીદી શકવાના કારણે દેશના લાખો વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓના મતે બહારથી કાગળ ખરીદવા માટે દેશ પાસે ડોલર નથી.

દરમિયાન, શ્રીલંકાની સરકારે જાહેરાત કરી હતી કે તે તેના બગડતા વિદેશી દેવાની કટોકટીને ઉકેલવા અને વિદેશી વિનિમય અનામતમાં વધારો કરવા માટે IMF પાસેથી બેલ-આઉટ પેકેજ માંગશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની વિનંતી પર ચર્ચા કરવાની ખાતરી આપી છે.

શિક્ષણ/ ગુજરાત CETની પરીક્ષા આ તારીખે યોજાશે

National/ કાશ્મીર ફાઇલ ને લઇ ગુલામ નબી આઝાદે કહ્યું- 24 કલાક વિભાજિત કરવાનું કામ રાજકીય પક્ષો જ કરી શકે

બનાસકાંઠા/ ટ્રકમાંથી દારૂ પકડનાર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સામે પોલીસે અપહરણનો કેસ નોંધ્યો