પાકિસ્તાન/ ઉડાન ભર્યાની 5 મિનિટ બાદ ઈમરાન ખાનના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાનના વિમાને ઉડાન ભરી હતી અને  પાંચ મિનિટ બાદ વિમાનનું ઈસ્લામાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

Top Stories World
7 16 ઉડાન ભર્યાની 5 મિનિટ બાદ ઈમરાન ખાનના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુાસર  પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાનના વિમાને ઉડાન ભરી હતી અને  પાંચ મિનિટ બાદ વિમાનનું ઈસ્લામાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલોટે ચોક્કસ પ્લેનને સુરક્ષિત રીતે ટેકઓફ કર્યું હતું. અહેવાલો અનુસાર, ઈમરાન ખાન એક રેલી માટે ચકલાથી ગુજરાનવાલા જઈ રહ્યા હતા. જો કે, બાદમાં તેણે ગુજરાનવાલા સુધી રોડ માર્ગે મુસાફરી કરી હતી.

ગુજરાનવાલામાં પાર્ટીની રેલીમાં ઈમરાન ખાને કહ્યું કે હું સરકારને પૂછવા માંગુ છું કે આ સરકાર આ દેશ અને અર્થવ્યવસ્થાને કેવી રીતે નીચે લઈ જઈ રહી છે. પરંતુ સરકારના લોકો આ માટે લોકોને જવાબદાર ઠેરવશે કારણ કે તમે દેશને દલદલમાં જતો  અટકાવી શક્યા હોત. પણ તમણે એવું  કંઈ કર્યું નથી.પાકિસ્તાની મીડિયા અનુસાર, ઈમરાન ખાને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની તેમની માંગને પુનરાવર્તિત કરતા ચેતવણી આપી હતી કે જો સરકાર આમ નહીં કરે તો તેમના આહ્વાન પર તેઓ શાંતિપૂર્ણ રસ્તા પર ઉતરશે અથવા બળજબરીથી ચૂંટણી કરાવશે.