Emergency Landing/ દિલ્હીથી દુબઈ જઈ રહેલ સ્પાઈસજેટ વિમાનનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

પાકિસ્તાની શહેર કરાચીમાં એરલાઈન સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં ટેક્નિકલ ખામીના કારણે પ્લેનને કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

Top Stories India
ઈમરજન્સી લેન્ડિંગ

પાકિસ્તાનના બંદર શહેર કરાચીમાં એરલાઇન સ્પાઇસજેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં ટેક્નિકલ ખામીના કારણે પ્લેનને કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. સ્પાઈસ જેટ એરક્રાફ્ટ એસજી-11 દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. એરલાઈન્સ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

બીજું પ્લેન મોકલી શકે છે કંપની

પ્લેન લેન્ડ થયા બાદ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીને સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર, જો જરૂર પડશે તો એરલાઈન્સ યાત્રીઓ માટે પોતાનું બીજું પ્લેન મોકલશે. એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી કયા કારણોસર આવી તે હજુ સુધી જાણી શકાયું નથી. જણાવી દઈએ કે, હાલના દિવસોમાં સ્પાઈસ જેટના ઘણા વિમાનો સાથે ઘટનાઓ બની છે અને તેમને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.

પ્લેનની કેબિનમાં દેખાયો ધુમાડો

2 જુલાઈએ એરલાઈન્સનું એક પ્લેન જબલપુર જઈ રહ્યું હતું. જ્યારે વિમાન 5000 ફૂટની ઉંચાઈ પર હતું, ત્યારે ક્રૂ મેમ્બરોએ કેબિનમાં ધુમાડો જોયો, ત્યારબાદ વિમાનને દિલ્હી પરત લાવવામાં આવ્યું. પ્રાથમિક તપાસ બાદ એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે Q400 એરક્રાફ્ટના એક એન્જિનમાં ઓઇલ લીક થયું હતું અને કદાચ આ જ એરક્રાફ્ટમાં ધુમાડો વધવા પાછળનું કારણ હતું.

આ પણ વાંચો:હિંદુ દેવી-દેવતાઓની તસવીરવાળા કાગળમાં ચિકન વેચતો હતો મુસ્લિમ યુવક, પછી થયું આવું….

આ પણ વાંચો:ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધતા 28 વર્ષના યુવકનું મોત, ડોક્ટરે જણાવ્યું આ કારણ

આ પણ વાંચો:રાહુલ ગાંધીનો બાળકી સાથેનો વીડિયો વાયરલ, જાણો શું કહ્યું લોકો