T20 World Cup/ પાકિસ્તાનની હાર બાદ ‘મારો મુજે મારો’ થી જાણીતા મોમિનનો Emotional વીડિયો વાયરલ

પાકિસ્તાનની હાર વચ્ચે એક પાકિસ્તાની ફેન ‘મારો મુજે મારો’ નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ, આ વખતે તેણે પાકિસ્તાન ટીમ વિશે એવી વાત કહી, જેણે લોકોનાં દિલ જીતી લીધા છે.

Sports
મોમિન શાકિબ

T20 વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે ફરી એકવાર પાકિસ્તાની ટીમ અને ખેલાડીઓને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર ખૂબ Enjoy કરી રહ્યા છે, ખાસ કરીને હસન અલી પર ફની મીમ્સ અને જોક્સ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ, આ બધાની વચ્ચે એક પાકિસ્તાની ફેન ‘મારો મુજે મારો’ નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ, આ વખતે તેણે પાકિસ્તાન ટીમ વિશે એવી વાત કહી, જેણે લોકોનાં દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની હાર બાદ આ બાળક ખૂબ રડ્યો, તમે જોઇને થઇ જશો Emotional, જુઓ Video

આ પહેલાનાં T20 વર્લ્ડકપમાં પાકિસ્તાની ફેન મોમિન શાકિબે પાકિસ્તાની ટીમ અને ખેલાડીઓની ખૂબ મઝાક ઉડાવી હતી. ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને હરાવી ત્યારે મોમિનનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોમાં મોમિને પાકિસ્તાની ખેલાડીઓને ઉગ્ર ઝાટકણી કાઢી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર તેનો દબદબો રહ્યો હતો. પરંતુ, આ વખતે તેનું વલણ ઘણું બદલાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ તેણે એક વીડિયો બનાવ્યો જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. પરંતુ, આ વખતે તે પાકિસ્તાનની ટીમ અને ખેલાડીઓનાં વખાણ પણ કરી રહ્યો છે. વીડિયોમાં તે કહે છે, ‘મને ઘરે જવાનુ મન નથી થતુ, મેચ હાર્યા છીએ તો દુઃખ થશે, પરંતુ છોકરાઓએ સારું ક્રિકેટ રમ્યું છે, મને તેમના માટે કોઈ અફસોસ નથી, તેઓ અમારા ચેમ્પિયન છે.’ મોમિન સાકિબનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. વળી, આ વીડિયોને 61 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. લોકો વીડિયોને Enjoy કરીને રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘મારો મુજે મારો’. એકે લખ્યું, ‘અચાનક લાગણી બદલાઈ ગઈ’. એકે લખ્યું, ‘ભાઈ તમે રડો છો’.

https://www.instagram.com/reel/CWJXS3fhKOc/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – T20 World Cup / મેચ પહેલાનાં બે દિવસ સુધી મોહમ્મદ રિઝવાન ICU માં હતો દાખલ, હેડને કહ્યુ- આ એક યોદ્ધા છે

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ટીમે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઓસ્ટ્રેલિયાની ટીમે 5 વિકેટે જીતી ફાઈનલની ટિકિટ મેળવી છે. હવે 14 નવેમ્બરનાં રવિવારનાં રોજ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.