Business/ નોટિસ પીરિયડ આપ્યા વગર જો કોઇ કર્મચારી નોકરી છોડી દે છે તો ભરવા પડશે આટલા પૈસા

નક્કી કરેલા સમયગાળા અનુસાર જો કોઇ કર્મચારી સમય પૂર્ણ કર્યા વગર નોકરી છોડે છે તો હવે કર્મચારીઓ માટે બોજારૂપ બની રહેશે. જો કોઈ કર્મચારી નોટિસનો સમય પૂર્ણ કર્યા વગર નોકરી છોડી દે છે, તો તેણે કંપની દ્વારા કરવામાં આવેલી છેલ્લી ચુકવણી પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 18 ટકાના દરે ભરવો પડશે. ગુજરાત ઓથોરિટી ઓફ […]

Business
employee gst નોટિસ પીરિયડ આપ્યા વગર જો કોઇ કર્મચારી નોકરી છોડી દે છે તો ભરવા પડશે આટલા પૈસા

નક્કી કરેલા સમયગાળા અનુસાર જો કોઇ કર્મચારી સમય પૂર્ણ કર્યા વગર નોકરી છોડે છે તો હવે કર્મચારીઓ માટે બોજારૂપ બની રહેશે. જો કોઈ કર્મચારી નોટિસનો સમય પૂર્ણ કર્યા વગર નોકરી છોડી દે છે, તો તેણે કંપની દ્વારા કરવામાં આવેલી છેલ્લી ચુકવણી પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 18 ટકાના દરે ભરવો પડશે.

ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગે તેના તાજેતરના ચુકાદામાં કહ્યું છે કે જો કોઈ કર્મચારી નક્કી કરાયેલ નોટિસની અવધિ પૂર્ણ કર્યા વિના તેની હાલની કંપનીને છોડી દે છે, તો તેણે છેલ્લી ચુકવણી પર 18 ટકા જીએસટી ચૂકવવો પડશે.

GSTનો નિર્ણય
આ સમગ્ર મામલો અમદાવાદ સ્થિત નિકાસ કંપની એમનીલ ફાર્માના કર્મચારીથી શરૂ થયો હતો. જીએસટી ઓથોરિટીએ કહ્યું કે કંપનીનો કર્મચારીને ત્રણ મહિનાની નોટિસ સમયગાળાની સેવા આપ્યા વગર નોકરી છોડીને આવ્યો છે. જીએસટી ઓથોરિટીએ તેના નિર્ણયમાં કહ્યું હતું કે, આ રકમ જીએસટી અધિનિયમ હેઠળ કર્મચારીની છૂટ હેઠળ નથી, તેથી, નોટિસનો સમય પૂરો નહીં કરવાની શરતે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે.

આ રીતે અમલ કરવો પડશે નિયમ
કર્મચારીની નિમણૂક કરતી વખતે, કંપની એપોઇન્ટમેન્ટ લેટરમાં નોટિસના સમયગાળાનો ઉલ્લેખ કરે છે. નોટિસનો સમયગાળો કેટલા દિવસ છે, કર્મચારીએ નોકરી છોડતા પહેલા તે યાદીની અવધિ પૂર્ણ કરવી પડશે. જો કોઈ કર્મચારીની નોટિસનો સમયગાળો 3 મહિનાનો હોય અને તે રાજીનામું આપ્યા પછી માત્ર 2 મહિના માટે કામ કરે છે, તો કંપની બાકીના એક મહિનાના પગાર સાથે 18 ટકા જીએસટી પણ ઘટાડશે. એટલે કે, જો કોઈ કર્મચારીનો મહિનાનો 50,000 રુપિયા પગાર છે, તો ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગના આ નિર્ણય મુજબ કર્મચારીને એક મહિનાના પગારની સાથે 18% જીએસટી ચૂકવવો પડશે.