Ashes 2023/ હારેલી બાજીને જીતમાં પલટીને ઇંગ્લેન્ડે એશિઝની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 49 રને હરાવ્યું,શ્રેણી 2-2થી બરાબર

ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસની રમતના અંત સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 135 રન બનાવી લીધા હતા, પરંતુ પાંચમા દિવસે સવારે 3 વિકેટ પડી જતાં ટીમ સાંજ સુધીમાં મેચ હારી ગઈ હતી

Top Stories Sports
10 4 3 હારેલી બાજીને જીતમાં પલટીને ઇંગ્લેન્ડે એશિઝની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 49 રને હરાવ્યું,શ્રેણી 2-2થી બરાબર

લંડનના ધ ઓવલ મેદાન પર રમાયેલી મેચના પાંચમા દિવસે ઈંગ્લેન્ડે એવી રીતે પલટી મારી કે દર્શકો દંગ રહી ગયા હતા.ઇંગ્લિશ ટીમે છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાના જડબામાંથી મેચ છીનવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસની રમતના અંત સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 135 રન બનાવી લીધા હતા, પરંતુ પાંચમા દિવસે સવારે 3 વિકેટ પડી જતાં ટીમ સાંજ સુધીમાં મેચ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા આ મેચમાં કેટલીક ભૂલોને લઈને ડૂબી ગયું હતું.ઓવલ ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટ ઈંગ્લેન્ડે 49 રને જીતી લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયાને કારમી હાર આપી હતી.હારેલી બાજીને જીતમાં પલટીને ઇંગ્લેન્ડે મેચ જીતી હતી.એશિઝ શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 49 રને હરાવ્યું. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 283 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 295 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે બીજા દાવમાં 395 રન બનાવ્યા હતા અને 384 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 334 રન જ બનાવી શકી હતી અને 49 રનથી મેચ હારી ગઈ હતી. આ સાથે પાંચ મેચની સિરીઝ 2-2 થી બરાબર થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડના બોલરોએ માત્ર 29 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા માત્ર 2 ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા. આ પછી ત્રીજા નંબરે આવેલ માર્નસ લાબુશેન પણ 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ કોઈક રીતે સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે મિડલ ઓર્ડર પર ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્મિથ અને હેડ ઇંગ્લિશ બોલરોના ઇનકમિંગ બોલને જજ કરી શક્યા નહીં અને ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયા.