IND vs ENG/ ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની આજે બીજી મેચ પુણેમાં રમાવવા જઇ રહી છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વન-ડે સિરીઝની આ બીજી મેચ રમશે.

Top Stories Sports
ગરમી 185 ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની આજે બીજી મેચ પુણેમાં રમાવવા જઇ રહી છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વન-ડે સિરીઝની આ બીજી મેચ રમશે. બન્ને ટીમનાં કેપ્ટન મેદાને પહોંચી ચુક્યા છે. ત્યારે હવે ટોસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ નો નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડનાં ભારત પ્રવાસની આ છેલ્લી સિરીઝ છે.

પ્રતિભાની કમી નહીં / ભારતની પાસે કોઇ મશીન છે કે આટલા ટેલેન્ટેડ ખિલાડીઓ આવી રહ્યા છે? જાણો કયા પાકિસ્તાની ખેલાડીએ આવું કહ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ પુણેમાં થોડી ક્ષણો શરૂ થશે. બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે ભારતની ટીમ પ્રથમ બેટિંગ કરશે. પ્રથમ વન-ડે મેચ જીતીને ભારતીય ટીમે સિરીઝમાં 1-0થી લીડ મેળવવામાં સફળતા મેળવી છે. ભારતે પ્રથમ વન-ડે 66 રનથી જીતી હતી. સિરીઝ જીતવા માટે ભારતીય ટીમને એક જ જીતની જરૂર છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમે સિરીઝમાં જ રહેવા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતની ટીમમાં શ્રેયસ ઐયર ઈજાનાં કારણે ટીમની બહાર થઈ ગયો છે, જ્યારે ઇયોન મોર્ગન પણ ઈજાને કારણે પૂરી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ જોસ બટલર કરવા જઇ રહ્યો છે. બીજી વન-ડેમાં ભારતનાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થયો છે. શ્રેયસની ગેરહાજરીથી રિષભ પંતને રમવાની તક મળી છે. આપને જણાવી દઈએ કે, રોહિત શર્મા પ્રથમ વન-ડે દરમિયાન કોણીમાં ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તે ફિટ હોવાથી આજની મેચ રમશે.

ઈંગ્લેન્ડને ડબલ ઝટકો / સેમ બિલિંગ્સ બાદ કેપ્ટન મોર્ગન બીજી વન-ડે થી બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ 26 માર્ચે એટલે કે આજે પુણેનાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે થોડી ક્ષણોમાં શરૂ થશે. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં 3 મેચની સિરીઝમાં 1-0 ની લીડ છે. આવી સ્થિતિમાં, મહેમાન ટીમે સિરીઝમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી પડશે. આપને જણાવી દઈએ કે, પ્રથમ વન-ડે મેચમાં ડેબ્યુટન્ટ ખેલાડીઓનાં આધારે ભારતે 66 રનથી જીત મેળવી હતી. ક્રૃણાલ પંડ્યાએ અણનમ 58 રન બનાવતા પોતાના ડેબ્યૂ વનડે મેચને ખાસ બનાવી દીધી હતી. તેણે આ પહેલી મેચમાં અડધી સદી ફટકારી દરેકનું ધધ્યાન પોતાની તરફ ખેચ્યું હતુ. વળી તેણે બોલિંગ સાથે પણ આ મેચમાં પોતાનો કમાલ બતાવ્યો હતો.

ભારત:

IND vs ENG / IPL-T20 વર્લ્ડ કપને લઇને બેયરસ્ટોએ આપ્યુ એવુ નિવેદન, ભારતીય ખેલાડી રહે સાવધાન

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ક્રુનાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણા, શાર્દુલ ઠાકુર

ઈંગ્લેન્ડ:

જોસ બટલર (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, સેમ કરન, ટોમ કરન, લિયામ લિવિંગસ્ટોન, મેટ પાર્કિન્સન, આદિલ રાશિદ, જૈસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, માર્ક વુડ, જૈક બોલ, ક્રિસ જોર્ડન, ડાવિડ મલાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ