Cricket/ બેકફૂટ પર ધકેલાઈ ઈગ્લેન્ડ ટીમ, 50 થી ઓછા રનમાં ગુમાવી 4 વિકેટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે.

Sports
PICTURE 4 210 બેકફૂટ પર ધકેલાઈ ઈગ્લેન્ડ ટીમ, 50 થી ઓછા રનમાં ગુમાવી 4 વિકેટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિગ્સ શાનદાર શરૂઆત બાદ પણ 329 રન પર સમેટાઇ ગઇ હતી. જે બાદ મેદાન પર ઉતરેલી ઈગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી છે.

આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાનાં 329 પર ઓલ આઉટ થયા બાદ મેદાન પર ઉતરેલી ઈગ્લેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. તાજા જાણકારી મુજબ ઈગ્લેન્ડે પોતાની ત્રણ મહત્વ પૂર્ણ વિકેટ 50 થી પણ ઓછા રનમાં ગુમાવી દીધી છે. હાલમાં લોરેન્સ અને સ્ટોક્સ ક્રીઝ પર છે. ઈગ્લેેન્ડનો કેપ્ટન જો રૂટ કે જેણે પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી તે સસ્તામાં જ આઉટ થઇને પેવેલિયન પહોંચી ચુક્યો છે.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાની પ્રથમ ઇનિંગ્સ પૂરી થઈ ગઈ છે. જો કે ભારતનો અણનમ બેટ્સમેન ઋષભ પંત અંત સુધી અણનમ રહ્યો હતો, જ્યારે બીજા છેડેથી વિકેટો સતત પડી રહી હતી. આજે સવારે અક્ષર પટેલ પ્રથમ બેટ્સમેન રહ્યો જે આઉટ થયો હતો, તેના આઉટ થયા બાદ ઈશાંત શર્મા મેદાનમાં ઉતર્યો હતો. જો કે તે પણ કોઇ ખાસ કમાલ કરી શક્યો નહતો. ત્યાર બાદ કુલદીપ યાદવ રન બનાવ્યા વિના ઋષભનો સાથ આપવાનો નિર્ણય કર્યો. જેમા થોડા સમય સુધી તે સફળ પણ રહ્યો હતો, પરંતુ ત્યાર બાદ તે આઉટ થઇ ગયો હતો. જે બાદ મોહમ્મદ સિરાઝે આવતા જ એક ચોક્કો ફટકાર્યો હતો, પરંતુ તે પછી આઉટ થયો હતો. આ સાથે ભારતની પ્રથમ ઇનિંગ્સ 329 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

Cricket / શ્રીસંતનું આઇપીએલ રમવાનું સપનું  તૂટ્યું, હરાજીમાં ના મળ્યું સ્થાન

Cricket / સારી શરૂઆત બાદ પણ ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિગ્સમાં 329 પર ઓલ આઉટ

Cricket / ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયનશીપમાં રહાણેએ બનાવ્યો રેકોર્ડ, અન્ય કોઇ ભારતીય નથી કરી શક્યું તેવુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ