Not Set/ મિલીંદ સોમને  તેની ગર્લફેન્ડ અંકિતા સાથે કરી સગાઈ

મુંબઈ એ બાબત જગજાહેર છે કે મિલીંદ સોમન અને અંકિતા એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. આમ તો બન્ને વચ્ચે ઉંમરનું અંતર ચર્ચાનુ વિષય બનેલો છે. જોકે આ અંગે થતી ટીકાઓની તેમને કંઈ જ પડી નથી. કોઈપણ પ્રકારના સંકોચ વિના બન્ને પોતાના સંબંધોમાં સતત આગળ વધી રહ્યા છે. તેમજ એવા પણ અહેવાલ છે કે બન્નેએ […]

Entertainment
milind soman girlfriend ankita konwar મિલીંદ સોમને  તેની ગર્લફેન્ડ અંકિતા સાથે કરી સગાઈ

મુંબઈ

એ બાબત જગજાહેર છે કે મિલીંદ સોમન અને અંકિતા એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. આમ તો બન્ને વચ્ચે ઉંમરનું અંતર ચર્ચાનુ વિષય બનેલો છે. જોકે આ અંગે થતી ટીકાઓની તેમને કંઈ જ પડી નથી. કોઈપણ પ્રકારના સંકોચ વિના બન્ને પોતાના સંબંધોમાં સતત આગળ વધી રહ્યા છે.

Image result for ankita milind soman

તેમજ એવા પણ અહેવાલ છે કે બન્નેએ સગાઈ કરી લીધી છે. તેમના તાજેતરના ઈન્સ્ટાગ્રામના પોસ્ટ પરથી આજ સંકેત મળી રહ્યા છે. અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે જેમાં તે મિલીંદનો હાથ પકડેલ  જોવા મળી રહી છે. અંકિતાના હાથમાં સગાઈની વીંટી પણ જોવા મળી રહી છે જેનાથી એવુ અનુમાન વ્યક્ત કરાઈ રહ્યુ છે કે બન્નેની સગાઈ થઈ ચુકી છે.

Image result for ankita milind soman

તમને જાણવી દઈએ કે અંકિતાએ આ તસ્વીર શેર કરવાની સાથે લખ્યુ છે કે હું એ નથી જાણતી કે તમારા વિના કઈ રીતે રહીશ. તેમજ હું તમારા વિના બીજા પાસાને જોવા માંગતી નથી.

Image result for ankita milind soman

ઉલ્લેખનીય છે કે તેની આ પોસ્ટ બાદ બન્નેની સગાઈ થઈ ગઈ હોવાની અટકળો વધુ વેગવંતી બની છે. બન્ને વચ્ચેના અફેરની ચર્ચા લાંબા સમયથી બોલીવુડમાં ચર્ચાનુ કેન્દ્ર બનેલ છે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે બન્ને ટૂંકમાં આ અંગે જાહેરાત કરી શકે છે.

Instagram will load in the frontend.

Image result for ankita milind soman