Not Set/ આમીર ખાને આ એક્ટર ના પિતાનો રોલ કરવાની ના પાડી હતી

મુંબઈ બોલીવુડ એક્ટર આમિર ખાન અને નિર્દશક રાજકુમાર હિરાની જોડી ખૂબ સારી માનવામાં આવે છે. હિરાની આમીર ખાન સામે એક પ્રસ્તાવ મુક્યો હતો કે તું  ફિલ્મ “સંજુ”માં સંજય દત્તના પિતા સુનિલ દત્તની ભૂમિકા નિભાવે, પરંતુ આમિર એ વાતનો ઇનકાર કર્યો હતો. આપને જણાવીએ કે, આમિરે હિરાનીને કહ્યું હતું કે તે માત્ર આ ફિલ્મમાં સંજય દત્તનો […]

Entertainment
mahujjh આમીર ખાને આ એક્ટર ના પિતાનો રોલ કરવાની ના પાડી હતી

મુંબઈ

બોલીવુડ એક્ટર આમિર ખાન અને નિર્દશક રાજકુમાર હિરાની જોડી ખૂબ સારી માનવામાં આવે છે. હિરાની આમીર ખાન સામે એક પ્રસ્તાવ મુક્યો હતો કે તું  ફિલ્મ “સંજુ”માં સંજય દત્તના પિતા સુનિલ દત્તની ભૂમિકા નિભાવે, પરંતુ આમિર એ વાતનો ઇનકાર કર્યો હતો.

આપને જણાવીએ કે, આમિરે હિરાનીને કહ્યું હતું કે તે માત્ર આ ફિલ્મમાં સંજય દત્તનો રોલ કરી શકે છે. પરંતુ હિરાની રણબીર કપૂર પહેલેથી જ સંજયની ભૂમિકા માટે સાઈન કર્યો હતો. જ્યારે આમિરને સુનીલ દત્તને લગતી યાદો વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું  હતું કે, સુનીલ દત્ત ખરેખર એક પ્રતિષ્ઠિત માણસ હતા. મને યાદ છે કે જ્યારે અમે 1993 ના તોફાનો દરમિયાન એક રાત તેમની સાથે બહાર વિતાવી હતી.

આમિરએ વધુમાં કહ્યું હતું કે જ્યારે 1993 માં મુંબઇ તોફાનો થયા હતા. ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળવા ગયો હતો અને સૈન્યને બોલાવવાની માગણી કરી હતી. મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું હતું કે કોઈપણ રીતે તોફાનો બંધ થવા જોઈએ. તે પછી  તોફાનોના વિરોધમાં અમે મહાત્મા ગાંધીના એક સ્ટેચ્યુના નીચે એક આખી રાત વિતાવી હતી. મારી સાથે સુનીલ દત્ત, યશ ચોપરા, જોની વાકર અને એક પ્રોડ્યુસર હતા. તોફાનીના વિરોધની આ પ્રથમ રાત હતી.

આમિરએ કહ્યું કે તે રાત ખરેખર યાદગાર હતી. મે યશ ચોપરા અને સુનિલ દત્તના કરિયર ઘણા સારા એવા અનુભવ સાંભળ્યા હતા. આમિર ખાન 29 એપ્રિલ, 2018 ના રોજ પોતાના કરિયરની શરૂઆત કરી હતી તેના 30 વર્ષ પૂરો થઇ ચુક્યા છે.1988 માં  તેની પ્રથમ ફિલ્મ કયામત સે કયામત તકથી આમિરાએ ડેબ્યું કર્યું હતું.