Not Set/ 94,000 ડોલર ભાડુ નહીં ભરતા મલ્લિકા શેરાવતને પેરિસનો ફ્લેટ ખાલી કરવો પડશે

પેરિસ, બોલીવુડની અભિનેત્રી મલ્લિકા શેરાવતે પેરિસમાં મકાન સમયસર ભૂડું ના ચુકવા બદલ ખાલી કરવા માટે કોર્ટ આદેશ મળ્યો છે. બોલીવુડની સેક્સી અભિનેત્રી મલ્લિકા શેરાવત માથે આફતના વાદળ સર્જાયા છે. મલ્લિકા શેરાવત હાલ તેના બોયફ્રેન્ડ સીરીલ ઓકસેફેન્સ સાથે પેરિસના એક વૈભવી એપાર્ટમેન્ટમાં રહે છે અને હવે તેને ખાલી કરવો પડે તેવી નોબત આવી છે. મલ્લિકા પોતાનાં […]

Entertainment
165055 mallika sherawat 650 94,000 ડોલર ભાડુ નહીં ભરતા મલ્લિકા શેરાવતને પેરિસનો ફ્લેટ ખાલી કરવો પડશે

પેરિસ,

બોલીવુડની અભિનેત્રી મલ્લિકા શેરાવતે પેરિસમાં મકાન સમયસર ભૂડું ના ચુકવા બદલ ખાલી કરવા માટે કોર્ટ આદેશ મળ્યો છે.

બોલીવુડની સેક્સી અભિનેત્રી મલ્લિકા શેરાવત માથે આફતના વાદળ સર્જાયા છે. મલ્લિકા શેરાવત હાલ તેના બોયફ્રેન્ડ સીરીલ ઓકસેફેન્સ સાથે પેરિસના એક વૈભવી એપાર્ટમેન્ટમાં રહે છે અને હવે તેને ખાલી કરવો પડે તેવી નોબત આવી છે. મલ્લિકા પોતાનાં બોયફ્રેન્ડ સાથે પેરિસના એરોન્ડિસમેન્ટ એપાર્ટમેન્ટમાં રહે છે.આ યુગલે આ ફ્લેટનું ભાડુ  78,787 યુરો  (એટલે કે ૬૪ લાખ) બાકી રાખ્યું છે.

મલ્લિકા તેના બોય ફ્રેન્ડ સાથે ગયા વર્ષે જાન્યુઆરીમાં અહીં રહેવા આવી હતી.આ એપાર્ટમેન્ટનુ દર મહિનાનુ ભાડું ૬,૦૫૪ યુરો છે.ભાડુંના ચુકવતા ફ્લેટના માલિકે કોર્ટમાં જણાવ્યુ હતું કે, મલ્લિકાએ ક્યારે ભાડુ આપ્યું જ નથી અને માત્ર એક જ સમયનું ૨,૭૧૫ યુરો ભાડુ ચુકવ્યું છે.

કોર્ટે મલ્લિકા અને તેના મિત્રને ૧૪ ડિસેમ્બરના રોજ તેને નોટીસ મોકલી હતી. જો કે કોર્ટે મલ્લિકા અને સીરીલને ભાડું ચુકવવા કહ્યું, તો તેમણે કોઈ જ જવાબ આપ્યો જ નહિ. તેથી તેમને કોર્ટે ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો.

નવેમ્બર 14 ના રોજ પેરિસની કોર્ટમાં સુનાવણી દરમિયાન મલ્લિકાના વકીલે જણાવ્યું કે, તેની નાણાંકીય સ્થિતિ સારી નથી અને એમ પણ જણાવ્યું હતું કે, તેઓ ભાડું ચૂકવવાની સ્થિતિમાં નથી.