Not Set/ ટીસીરીઝના ભુષણ કુમાર સામે યુવતીએ યૌન શોષણની ફરિયાદ કરી,પાછી પણ ખેંચી લીધી

મુંબઇ, બોલીવુડમાં છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલ #MeToo કેમ્પેઇનમાં હવે મોટી સેલિબ્રીટીના નામો પણ સામે આવી રહ્યાં છે. મહિલાઓની જાતીય સતામણી કરતા પુરૂષો સામે ચાલતી #Metoo કેમ્પેઇન હેઠળ હવે ટી સીરીઝના માલિક ભુષણ કુમારનું નામ પણ સામે આવ્યું છે. ભૂષણ કુમાર પર તેની જ ફીમેલ આસિસ્ટન્ટ દ્રારા હેરેમેન્ટમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યા હતા. આ મહિલાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ભુષણ કુમારસામે 16 જાન્યુઆરીએ […]

Top Stories Trending Entertainment
mko ટીસીરીઝના ભુષણ કુમાર સામે યુવતીએ યૌન શોષણની ફરિયાદ કરી,પાછી પણ ખેંચી લીધી

મુંબઇ,

બોલીવુડમાં છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલ #MeToo કેમ્પેઇનમાં હવે મોટી સેલિબ્રીટીના નામો પણ સામે આવી રહ્યાં છે. મહિલાઓની જાતીય સતામણી કરતા પુરૂષો સામે ચાલતી #Metoo કેમ્પેઇન હેઠળ હવે ટી સીરીઝના માલિક ભુષણ કુમારનું નામ પણ સામે આવ્યું છે. ભૂષણ કુમાર પર તેની જ ફીમેલ આસિસ્ટન્ટ દ્રારા હેરેમેન્ટમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યા હતા.

આ મહિલાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ભુષણ કુમારસામે 16 જાન્યુઆરીએ ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ તે જ દિવસે કેસ પાછો પણ લીધો.

भूषण कुमार के खिलाफ दर्ज शिकायत

2017માં કરી હતી ફરિયાદ

મહિલા દ્વારા અગાઉ કરેલી લિખિત ફરિયાદ મુજબ, આ કેસ સપ્ટેમ્બર 2017નો હતો, જ્યારે તે ફિલ્મ ‘ભૂમિ’ના પ્રીમિયર પર ભૂષણ કુમારને મળી હતી. ત્યારે ભૂષણે આ મહિલાનો ફોન નંબર પણ લીધો હતો. આ  ફરિયાદમાં મહિલાએ કહ્યું કે ભૂષણ કુમારએ તેને દિવાળી પાર્ટી માટે પણ બોલાવી હતી. આ દરમિયાન તેને એક્ટ્રેસ બનવાની ઇચ્છા પણ ભૂષણને જણાવી હતી.

જો કે એ પછી ભુષણ કુમારે તેને કહ્યું કે જો તેણી તેની સાથે ‘સુઇ’ જશે તો જ તે ફિલ્મ આપશે.એ પછી ભુષણ કુમારે યુવતીને બ્લેકમેઇલ કરવાની શરૂ કરી હતી કે જો આ વાત કોઇને કહેશે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇને ટકવા નહીં દે.

યુવતીએ એ પણ જણાવ્યું કે ભુષણે બીજી યુવતીઓને પણ આવી રીતે ફસાવી હતી. જોવાની વાત એ પણ હતી કે આ યુવતીએ ફરિયાદ કર્યા પછી પાછી પણ ખેંચી લીધી હતી.

ફરિયાદ કર્યા બાદ મહિલાએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે હું 16 જાન્યુઆરીએ કરેલી ફરિયાદ પાછી લઈ રહી છું, જે મેં ભૂષણ અને ક્રિષ્નાકુમાર સામે કરી હતી. હું તે ખોટા આરોપો માટે માફી માંગું છું જે મેં ફ્રસ્ટેશન અને ડિપ્રેસનમાં લગાવ્યા હતા. મારો ઇરાદો તેમની છબી ખરાબ કરવાનો ન હતો. ભવિષ્યમાં આ પ્રકારના કોઈ પણ આરોપ લગાવીશ નહિ. હું કૃષ્ણકુમારને વિનંતી કરું છું કે તે પણ અંબોલી પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધની ફરિયાદ પાછી લે.

शिकायत वापसी

ભૂષણ કુમારે નોંધાવી હતી ફરિયાદ…

ભુષણ કુમારે તેના ઉપર લાગેલ આરોપને લઈને ઓક્ટોબર 2018માં અંબોલી પોલીસ સ્ટેશનમાં અજાણ મહિલાના સામે ફરિયાદ દાખલ કરવી ચુક્યા છે. ભુષણે કહ્યું કે કારણ વગર મારું નામ આ કેમ્પેનમાં જોડવામાં આવી રહ્યું છે. ભૂષણ દ્વારા ટ્વિટ પણ કર્યું હતું, પરંતુ થોડા જ મિનિટ પછી તેને ડિલીટ કરી નાખ્યું હતું.

માત્ર ભૂષણને તેની પત્નીએ જ કર્યો સપોર્ટ…

આરોપો સામે ભુષણની પત્ની અને દિગ્દર્શક દિવ્યા ખોસલા કુમાર એક ટ્વીટ હતી જેમાં તેમણે પોતાના પતિને બિલકુલ બેગુનાહ કહ્યા હતા. દિવ્યાએ ટ્વિટ કર્યું – આજે ટી-સીરીઝ જ્યાં છે તે મારા પતિ પોતાની ખુબ જ મહેનતથી લગાવી છે લોકો તો પુજનીય ભગવાન ક્રિષ્ના વિરુદ્ધ પણ હતા. ભલે મીટુ કેમ્પન સોસાયટીને સાફ કરવા માટે થઇ રહી હોય પપરંતુ દુઃખ છે કે કેટલાક લોકોએ તેનો ખોટો ઉપયોગ શરૂ કર્યો છે. હું મારા પતિની સાથે ઊભી રહી છું અને તેઓ તેમના પિતાનું સ્વપ્ન આગળ લઈને જશે. તેઓ એક સિદ્ધાંતવાદી અને નૈતિક વ્યક્તિ છે. આ દુર્ભાગ્યપૂર્ણ પૂર્ણ છે કે લોકો વિના કોઈ પુરાવાઓ પર આરોપ લગાવવામાં આવે છે.