Not Set/ પ્રભાસ અને અનુષ્કા વચ્ચે શું રંધાઇ રહ્યું છે…

મુંબઇ, પ્રભાસ પોતાની પ્રોફશનલ લાઇફને લઇને જેટલો ચર્ચામાં રહ્યો છે તેટલી જ ચર્ચા તેની પર્સનલ લાઇફને લઇને પણ રહી છે. પ્રભાસના લગ્ન અને લવ લાઇફને લઇને ચર્ચા લાંબા સમયથી રહી છે. અનુષ્કા શેટ્ટી સાથે તો પ્રભાસના પ્રેમ સંબંધને લઇને લગ્ન સુધીના અહેવાલ પણ આવી ગયા છે. હાલમાં પણ તેમના પ્રેમ સંબંધોને લઇને જોરદાર ચર્ચા છે. […]

Uncategorized
aade 17 પ્રભાસ અને અનુષ્કા વચ્ચે શું રંધાઇ રહ્યું છે...

મુંબઇ,

પ્રભાસ પોતાની પ્રોફશનલ લાઇફને લઇને જેટલો ચર્ચામાં રહ્યો છે તેટલી જ ચર્ચા તેની પર્સનલ લાઇફને લઇને પણ રહી છે. પ્રભાસના લગ્ન અને લવ લાઇફને લઇને ચર્ચા લાંબા સમયથી રહી છે. અનુષ્કા શેટ્ટી સાથે તો પ્રભાસના પ્રેમ સંબંધને લઇને લગ્ન સુધીના અહેવાલ પણ આવી ગયા છે. હાલમાં પણ તેમના પ્રેમ સંબંધોને લઇને જોરદાર ચર્ચા છે.

Image result for prabhas anushka

હવે એવા સમાચાર આવી રહ્યા છે કે પ્રભાસ અનુષ્કા શેટ્ટી માટે પોતાની આવનારી ફિલ્મ સાહોની ખાસ્‌ સ્ક્રિનિંગ યોજનાર છે. જો કે આ સ્ક્રિનિંગ ક્યારેય અને કઇ જગ્યાએ યોજવામાં આવનાર છે તે સંબંધમાં હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જો કે સ્પેશિયલ સ્ક્રિનિંગને લઇને પ્રભાસ પોતે પણ ખુબ ઉત્સુક છે. સુત્રોની વાતમાં વિશ્વાસ કરવામા આવે તો ટુંક સમયમાં જ સ્ક્રિનિંગનુ આયોજન કરવામાં આવનાર છે.

Related image

થોડાક દિવસ પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે પ્રભાસ અનુષ્કાને માત્ર સારી ફ્રેન્ડ તરીકે ગણાવે છે. પ્રભાસ સાહોની રજૂઆત કરવામાં આવ્યા બાદ તરત જ લગ્ન કરી શકે છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રભાસના લગ્ન અમેરિકાના એક બિઝનેસમેનની પુત્રી સાથે થનાર છે. જા કે આ સંબંધમાં કોઇ નક્કર માહિતી મળી શકી નથી. થોડાક દિવસ પહેલા પ્રભાસે કહ્યુ હતુ કે પ્રભાસના લગ્નને વહેલી તકે કરી દેવામાં આવનાર છે.

Image result for prabhas anushka

સાહો એક એક્શન થ્રીલર ફિલ્મ છે. જે હવે 30મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપુર લીડ રોલમાં છે. મલ્ટીસ્ટાર ફિલ્મ છે. ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ , મુરલી શર્મા, ચંકી પાન્ડે, મન્દિરા બેદીનો સમાવેશ થાય છે. ફિલ્મમાં ટુકાં રોલમાં મહેશ માંજરેકર પણ નજરે પડનાર છે. ફિલ્મના ગીતો પહેલાથી જ સુપર હિટ સાબિત થઇ રહ્યા છે. આવી સ્થિતીમાં ફિલ્મને લઇને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.