Not Set/ સુપરસ્ટાર સલમાન ખાનની આ સેલ્ફી જોઈ તમે?

મુંબઇ, બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાનનો  એક ફોટો તેમના ચાહકોને ખુબ જ પંસદ આવી રહ્યો છે. આ ફોટોમાં તેઓ હોલિવૂડના ગાયક એકોન અને મનીષ પોલના સાથે જોવા મળી રહ્યા છે. આ ત્રણેય સોશિઅલ મીડિયામાં શેર કરેલી આ તસ્વીરમાં સારા મૂડ જોવા મળી રહ્યા છે. લોકપ્રિય હોસ્ટ મનીષ પોલે તાજેતરમાં તેના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી […]

Uncategorized
awc 1 સુપરસ્ટાર સલમાન ખાનની આ સેલ્ફી જોઈ તમે?

મુંબઇ,

બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાનનો  એક ફોટો તેમના ચાહકોને ખુબ જ પંસદ આવી રહ્યો છે. આ ફોટોમાં તેઓ હોલિવૂડના ગાયક એકોન અને મનીષ પોલના સાથે જોવા મળી રહ્યા છે. આ ત્રણેય સોશિઅલ મીડિયામાં શેર કરેલી આ તસ્વીરમાં સારા મૂડ જોવા મળી રહ્યા છે.

લોકપ્રિય હોસ્ટ મનીષ પોલે તાજેતરમાં તેના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં સલમાન અને સિંગર એકોન તેના સાથે જોવા મળી રહ્યા છે. ત્રણેય એક કાર્યક્રમમાં શામિલ થયા હતા. મનીષે ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, “સલમાનના સાથે ફન નાઈટ અને એકોન તમને મળીને ખુબ જ આનંદ થયો. તમે એક રોકસ્ટાર પરફોર્મર છો. ‘

awc સુપરસ્ટાર સલમાન ખાનની આ સેલ્ફી જોઈ તમે?

કેપ્શન વાંચીને તે સ્પષ્ટ થાય છે કે ત્રણેય એકસાથે ખુબ જ એન્જોય કર્યું છે. તેમના આ ફોટા પર ચાહકો લાઈક કરતા ‘સુપર’, ‘શાનદાર’  જેવી કોમેન્ટ્સ કરી.

માહિતી અનુસાર, સલમાન ખાન, એકોન અને મનીષ પોલ થાઇલેન્ડમાં એક લગ્નમાં પહોંચ્યા હતા. આ કાર્યકમમાં જ્યાં મનીષ પોલ હોસ્ટિંગ કરતા જોવા મળ્યા, તો સલમાન ખાન અને એકોને પરફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમ સાથે જોડાયેલો એક વીડીયો સલમાન ખાને પોતે તેમના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

gb 1 સુપરસ્ટાર સલમાન ખાનની આ સેલ્ફી જોઈ તમે?