ઐશ્વર્યા રાય બચ્ચને ફોટો અપલોડિંગ સાઈટ ઇન્સટાગ્રામ થી સોશિયલ મીડિયામાં ડેબ્યુ કર્યું છે. ૧૧ મેના એશનું ઇન્સટાગ્રામ એકાઉન્ટ લાઇવ થયું હતું અને ૧૧ કલાક બાદ તેઓએ પહેલી તસ્વીર પોસ્ટ કરી હતી. ઈન્સ્ટગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી તસ્વીર આરાધ્યાના જન્મ સમયની છે. ત્યારબાદ ઐશ્વર્યાએ કાન્સ ફિલ્મ ફ્રેસ્ટીવલની તસ્વીરો પણ શેયર કરી હતી.
આ તસ્વીરોમાં બોલીવુડ અભિનેત્રી એશ દીકરી આરાધ્યાને ખોળામાં લીધેલી છે તેમજ તેઓએ કેપ્શન લખ્યું છે ” And I was born again“.
૧૩ મે ના મધર્સ ડે પણ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. મધર્સ ડે નિમિત્તે પોસ્ટ કરવામાં આવેલી માં વાત્સલ્યને સમર્પિત એશની આ તસ્વીર એક સચોટ સંદેશ આપે છે. ઈન્સ્ટગ્રામ પર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ એક્ટીવ છે, પરંતુ હજુ સુધી એમને ફોલો કરવામાં આવ્યા નથી. એશને ફોલો કરનારા સેલિબ્રિટીઓમાં અભિષેક બચ્ચન, સોનમ કપૂર, દિયા મિર્ઝા, અર્જુન કપૂર, શેખર રવજીયાની, શિબાની દાંડેકર અને મનીષા મલ્હોત્રા શામેલ છે.
જો કે ત્યારબાદ ઈન્સ્ટગ્રામ પર બીજા દિવસે એશના ફોલોઅર્સની સંખ્યામાં ખુબ ઝડપથી વધારો થયો હતો. ૧૨ મેના રોજ રાત સુધીમાં એશના ફોલોઅર્સની સંખ્યા ૩ લાખ ૨૮ હજાર સુધી પહોચી ગઈ હતી, જયારે એશ કોઈને ફોલો નથી કરી રહી.
૧૪ મે સુધીમાં એશના ફોલોઅર્સની સંખ્યા ૬ લાખ ૪૨ હજારને પાર કરી ગઈ છે. આ ફોલોઅર્સની સંખ્યા પાછળ માનવામાં આવી રહ્યું છે કે, એશની કાન ફિલ્મ ફેસ્ટીવલની તસ્વીરોનો હોઈ શકે છે.
મહત્વનું છે કે, એશ અત્યારે દીકરી આરાધ્યા સાથે કાન ફિલ્મ ફેસ્ટીવલમાં ગયા હતા. એશની ચમકીલા ડ્રેસની તસ્વીર છે, જેની સાથે તેઓએ લખ્યું છે “Feel the light”. આ ડ્રેસ ઐશ્વર્યાએ કાન્સ ફેસ્ટીવલમાં પહેર્યો હતો જેને મનીષા મલ્હોત્રાએ ડીઝાઇન કર્યો છે. આ જ ડ્રેસમાં એશે બીજા ફોટો પણ મુક્યા છે.
ઐશ્વયાએ અત્યાર સુધી ખુદને ઈન્સ્ટગ્રામથી રિસર્વ રાખી હતી, પણ ઈન્સ્ટગ્રામ પર આવ્યા પછી ફેન્સ સાથે એમનું ઇન્ટરેક્શન વધી ગયું છે. એશની કેન્ડીડ તસ્વીરો ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. લાખોની સંખ્યામાં તેઓની તસ્વીરોને પસંદ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ એશના ઈન્સ્ટગ્રામ પર આવવાથી ફેન્સ પણ ખુબ જ ખુશ છે અને કમેન્ટમાં એમનું સ્વાગત કરી રહ્યા છે. આવનારા સમયમાં ઐશ્વર્યા ફેન ખાનમાં જોવામાં આવશે, જેમાં તેમની સાથે અનીલ કપૂર અને રાજકુમાર રાવ છે. એશની બીજી ફિલ્મોની પણ વાતચીત થઇ રહી છે, જેમાં વો કોન થી ની રીમેક પણ શામેલ છે.
સોનમ કપૂરે ઐશ્વર્યાના ઈન્સ્ટગ્રામ ડેબ્યુ પર અભિનન્દન આપ્યા અને સ્વાગત કર્યું કર્યું છે. સોનમે લખ્યું “મારી જબરદસ્ત કો-એમ્બેસડર ઈન્સ્ટગ્રામ પર આવી ગઈ છે, કાન્સમાં આપના જોરદાર પ્રદર્શનની રાહ છે.”
મહત્વનું છે કે, ઐશ્વર્યા અને સોનમ એક આંતરાષ્ટ્રીય કોસ્મેટીક બ્રાંડ નું છેલ્લા ઘણાં સમય થી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.