Not Set/ અજય દેવગને શરુ કર્યું એસ.એસ.રાજામૌલીની ફિલ્મ RRRનું શુટિંગ, આલિયા હશે લીડ એક્ટ્રેસ

બોલિવૂડના સિંઘમ અજય દેવગન આ દિવસોમાં તેમની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરની સફળતાનો આનંદ માણી રહ્યા છે. તાનાજીએ 150 કરોડને પાર બિઝનેશ કરી લીધો છે અને તે હજી પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે અજય દેવગને બ્રેક લીધા વિના તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તે બાહુબલીના ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી સાથે […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 6 અજય દેવગને શરુ કર્યું એસ.એસ.રાજામૌલીની ફિલ્મ RRRનું શુટિંગ, આલિયા હશે લીડ એક્ટ્રેસ

બોલિવૂડના સિંઘમ અજય દેવગન આ દિવસોમાં તેમની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરની સફળતાનો આનંદ માણી રહ્યા છે. તાનાજીએ 150 કરોડને પાર બિઝનેશ કરી લીધો છે અને તે હજી પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે અજય દેવગને બ્રેક લીધા વિના તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તે બાહુબલીના ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી સાથે મોટા બજેટની ફિલ્મ આરઆરઆર (RRR)  કરી રહ્યો છે.

તાજેતરમાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે માહિતી આપી હતી કે અજય દેવગને એસ.એસ.રાજામૌલીની મહત્વાકાંક્ષી ફિલ્મ આરઆરઆરનું શૂટિંગ આજે એટલે કે 21 જાન્યુઆરીથી શરૂ કરી દીધું છે. આમાં તે લાંબી કેમિયો ભૂમિકા ભજવી રહ્યો છે. આલિયા ભટ્ટ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.

આપને જણાવી દઈએ કે અજય અને આલિયા પ્રથમ વખત રાજામૌલી સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર્સ જુનિયર એનટીઆર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. આ એક પીરિયડ એક્શન ફિલ્મ છે. જે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમાની આસપાસ ફરે છે, જેમણે બ્રિટિશ રાજ અને હૈદરાબાદના નિઝામમ સામે લડ્યા હતા.

Instagram will load in the frontend.

મહત્વનું છે કે, આલિયાની ફિલ્મ 30 જુલાઈ, 2020 ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે તેની તારીખ બદલીને ઓક્ટોબર 2020 કરવામાં આવી છે. જો કે, ઓક્ટોબરની અંતિમ તારીખ હજી આવી નથી. જો આપણે વર્ક ફ્રન્ટ વિશે વાએ તો અજય મેદાન અને ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયામાં જોવા મળશે. જ્યારે આલિયા હાલમાં ગંગુબાઈ કાઠિયાવાડીમાં વ્યસ્ત છે, આ ઉપરાંત તે અયાન મુખર્જીના બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.